વિશ્લેષણ:સરકારી મેડિકલ કોલેજમાં મૃત્યુ પામેલામાંથી 94% રસી વગરના

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મૃત્યુ અને દર્દીઓની સંખ્યા અંકુશમાં રાખવા રસીકરણ જરૂરી જ છે

રાજ્યમાં છેલ્લા ચાર મહિનામાં સરકારી મેડિકલ કોલેજોમાં મૃત્યુ પામેલા દર્દીઓમાંથી 94 ટકાએ રસીનો એક પણ ડોઝ લીધો નહોતો. સારવાર માટે દાખલ થયેલા દર્દીઓમાંથી 87 ટકા દર્દીઓએ રસી મૂકાવવા દુર્લક્ષ કર્યું હોવાનું મેડિકલ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જણાયું હતું. એના લીધે મૃત્યુ અને દર્દીઓની સંખ્યા અંકુશમાં રાખવા ઝડપથી રસીકરણ જરૂરી છે એ સાબિત થયું છે. આ અભ્યાસમાં રાજ્યમાં 11 મેથી 22 ઓગસ્ટ 2021ના સમયગાળામાં મૃત્યુ પામેલા અને હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓનો કયાસ કાઢવામાં આવ્યો હતો.

આ સમયગાળામાં સરકારી મેડિકલ કોલેજમાં દાખલ થયેલા 18,592 દર્દીઓમાંથી 5725ના મૃત્યુ થયા છે. મૃતકોમાં 5398 (94.29 ટકા) દર્દીઓએ રસી લીધી નહોતી. લગભગ છ ટકા દર્દીઓએ જ રસી મૂકાવી હતી. હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓમાંથી 16,180 (87 ટકા) દર્દીઓએ રસીનો એક પણ ડોઝ લીધો નહોતો. રસી ન મૂકાવનારા દર્દીઓમાંથી લગભગ 33 ટકા દર્દીઓના મૃત્યુ થયા છે અને રસી મૂકાવનારા દર્દીઓમાં મૃત્યુનું પ્રમાણ લગભગ 13 ટકા છે. રસી મૂકાવ્યા પછી મૃત્યુ પામનારા 126 દર્દીઓનું વિશ્લેષણ વિભાગે કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...