વેક્સિનેશન:મુંબઈમાં રસીનો પહેલો ડોઝ આપવાનું લક્ષ્યાંક પૂરું, 92 લાખ 36 હજાર 500 નાગરિકોએ પ્રથમ ડોઝ લીધો

મુંબઇ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

મુંબઈ મહાનગરમાં કોવિડ-19 વાઈરસ પ્રતિબંધક રસીકરણ ઝુંબેશ અંતર્ગત 92 લાખ 36 હજાર 500 નાગરિકોને રસીનો પહેલો ડોઝ આપવાનું લક્ષ્ય શનિવારે સવારે પૂરું કરવામાં આવ્યું હતું. તેમાં મુંબઈનાં બધાં સરકારી, મહાપાલિકા અને ખાનગી રસીકરણ કેન્દ્રની કામગીરીનો પણ સમાવેશ થાય છે, એમ મહાપાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલે જણાવ્યું હતું.

મુંબઈમાં પ્રથમ અને બીજો ડોઝ મળી કુલ દોઢ કરોડ માત્રા આપવાની કામગીરી 10 નવેમ્બરના રોજ પૂરી કરવામાં આવી. આ પછી પ્રથમ ડોઝનું લક્ષ્યાંક સર કરીને મહાપાલિકાએ વધુ એક મહત્ત્વપૂર્ણ તબક્કો પાર કર્યો છે. જનગણના અનુસાર પાત્ર નાગરિકોની સંખ્યા ધ્યાનમાં લેતાં સરકારે સર્વ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને પોતપોતાનાં ક્ષેત્રમાં રસીકરણનો ઉદ્દેશ નિશ્ચિત કરી આપ્યો હતો. આ મુજબ મહાપાલિકા ક્ષેત્રમાં 92 લાખ 36 હજાર 500 પાત્ર નાગરિકોનું રસીકરણ કરવાનું છે (બંને રસી મળીને). તેમાંથી શનિવારે બપોરે 12 વાગ્યા સુધી 92 લાખ 39 હજાર 902 નાગરિકોએ પ્રથમ ડોઝ લીધો હોવાની નોંધ કોવિન રાષ્ટ્રીય રસીકરણ વેબસાઈટ પર થઈ છે. આથી પહેલો ડોઝનો ઉદ્દેશ 100 ટકા પૂરો થયો છે.સર્વ સંબંધિત પાત્ર નાગરિકો બીજો ડોઝ લેવાનું કામ પૂરું કરે તે માટે હવે પ્રયાસ ચાલુ છે. દરમિયાન શનિવારે બપોરે 12 વાગ્યા સુધી કુલ 59 લાખ 83 હજાર 452 મુંબઈગરાએ બીજો ડોઝ લીધો હોવાની નોંધ કરાઈ છે. પ્રથમ ડોઝનું લક્ષ્ય પૂરું થતાં બીજો ડોઝનું લક્ષ્ય પણ વહેલી તકે પૂરું થશે એવી અપેક્ષા છે, એમ પશ્ચિમ ઉપનગરના એડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...