કાર્યવાહી:મહારાષ્ટ્રમાં હિંસા પ્રકરણે ભાજપના માજી મંત્રી સહિત 90 જણની ધરપકડ

મુંબઈ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ચેતન ગાવંડે - Divya Bhaskar
ચેતન ગાવંડે
  • બે દિવસ ચાલેલી હિંસા અંગે પોલીસે 26 એફઆઈઆર દાખલ કરી છે
  • ભૂતપૂર્વ મંત્રી, મેયર, સભાગૃહના નેતા સહિત 10 ભાજપી કાર્યકરોનો સમાવેશ, પોલીસે અત્યાર સુધી 26 FIR નોંધી છે

મહારાષ્ટ્રના અમરાવતી શહેર બંધ હિંસક બન્યા બાદ પોલીસે હવે ધરપકડ કરવાનું શરૂ કરી દીધું છે. અત્યાર સુધીમાં બંને જૂથના 90 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. ભાજપના ભૂતપૂર્વ મંત્રી અનિલ બોંડે, મેયર ચેતન ગાવંડે અને સભાગૃહના નેતા તુષાર ભારતીયની પણ ધરપકડ કરવામાં આવી છે. મહારાષ્ટ્ર પોલીસના અહેવાલમાં જણાવાયું છે કે પોલીસે અત્યાર સુધી 26 એફઆઇઆર નોંધી છે, જેમાં 11 શુક્રવારની ઘટનાઓ માટે અને 15 શનિવારની ઘટના માટે ફરિયાદ નોંધી છે.

અનિલ બોંડે
અનિલ બોંડે

મહારાષ્ટ્રમાં અમરાવતી, માલેગાવ, નાંદેડ અને રાજ્યનાં અન્ય જિલ્લાઓમાં સ્થિતિ નિયંત્રમાં છે, આમ છતાં ચાર દિવસ માટે કરફ્યુ લાદવામાં આવ્યો છે, ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે, જેથી અફવાઓ ન ફેલાય, એમ ગૃહ રાજ્યમંત્રી દિલીપ વલસે પાટીલે જણાવ્યું હતું. ત્રિપુરામાં થયેલી કથિત હિંસાની અસર અમરાવતીમાં પણ જોવા મળી હતી. આ ઘટનાના વિરોધમાં અમરાવતીમાં આંદોલન કરવામાં આવ્યું હતું. આ આંદોલનના વિરોધમાં હિન્દુત્વવાદી સંગઠનોએ બંધનું એલાન આપ્યું હતું. બંધે હિંસક વળાંક લીધો હતો. અનેક દુકાનોમાં તોડફોડ કરવામાં આવી હતી તેમ જ કેટલીક દુકાનોને આગ ચાંપવામાં આવી હતી.

સૌથી વધુ ઉપદ્રવ રાજકમલ ચોક, નમૂના વિસ્તારમાં થયો હતો. આ પછી અમરાવતીમાં રવિવારે કરફ્યુ લાદવામાં આવ્યો હતો. ઇન્ટરનેટ સેવાઓ પણ ત્રણ-ચાર દિવસથી બંધ છે.અમરાવતી પોલીસના જણાવ્યા અનુસાર રઝા એકેડેમી અને અન્ય મુસ્લિમ સંગઠનો દ્વારા રાજ્યવ્યાપી પ્રદર્શનો અને રેલીઓ દરમિયાન શુક્રવાર, 12 નવેમ્બરના રોજ નાશિક, અમરાવતી અને નાંદેડમાં ફાટી નીકળેલી હિંસાના વિરોધમાં ભાજપે બંધનું એલાન આપ્યું હતું.

આ બંધ પછી મહારાષ્ટ્રના અમરાવતી શહેરમાં હિંસા ફેલાવવા બદલ 90 જણની ધરપકડ કરવામાં આવી છે. તેમાં અનિલ બોંડે, ચેતન ગાવંડેની અને તુષાર ભારતીય સહિત અન્ય 10 ભાજપી કાર્યકરોની સોમવારે, 15 નવેમ્બરના રમખાણોના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.

ત્રિપુરા વિશે ખોટા અહેવાલો
આ મુદ્દા પર, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે ત્રિપુરા વિશેના ખોટા અહેવાલોના આધારે શાંતિ અને સંવાદિતાને ખલેલ પહોંચાડવાના હેતુથી મહારાષ્ટ્રમાં હિંસાના અહેવાલો આવ્યા છે. આ ગંભીર ચિંતાનો વિષય છે અને શાંતિ માટે વિનંતી કરવામાં આવી રહી છે, મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું. ગૃહ મંત્રાલયે સ્પષ્ટતા કરી કે તાજેતરના સમયમાં ત્રિપુરામાં કોઈ મસ્જિદમાં તોડફોડ કરવામાં આવી નથી. તે અંગે પણ મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી.

પોલીસ હવે એકશન મોડમાં
દરમિયાન, અમરાવતી પોલીસ હવે એક્શન મોડમાં છે અને શહેર કોતવાલી પોલીસે આગચંપી અને પથ્થર ફેંકવાના બંને કેસમાં ટોળા સામે બે કેસ નોંધ્યા છે. બીજી તરફ, ખોલાપુરીગેટ પોલીસ સ્ટેશનની હદમાં છત્રપુરી વિન્ડો વિસ્તારમાં બપોરના સમયે કેટલાક બદમાશોએ ત્રણ વ્યાપારી સંસ્થાઓને નુકશાન ર્ક્યું હતું. ખોલાપુરીગેટ પોલીસના જણાવ્યા અનુસાર, બંધ સંસ્થામાંથી આશરે રૂ. 7 લાખની લૂંટ કરવામાં આવી હતી. આ અંગે બે કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...