તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Mumbai
 • 9 Unopposed Candidates Including Uddhav Elected To Legislative Council, BJP 4, NCP And Shiv Sena 2 2 And Congress Seat

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચુંટણી:વિધાન પરિષદ માટે ઉદ્ધવ સહિત 9 બિનવિરોધ ચૂંટાયા, ભાજપ 4, NCP અને શિવસેના 2-2 અને કોંગ્રેસને બેઠક

મુંબઈ9 મહિનો પહેલા
 • કૉપી લિંક
ઉદ્ધવ ઠાકરેની ફાઇલ તસવીર - Divya Bhaskar
ઉદ્ધવ ઠાકરેની ફાઇલ તસવીર

મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે સહિત 9 ઉમેદવાર વિધાન પરિષદના સભ્ય તરીકે બિનવિરોધ ચૂંટાયા છે. રાજ્ય ચૂંટણી પંચના અધિકારીને કહ્યું કે ઉદ્ધવ સહિત દરેક ઉમેદવારો ચૂંટાઇ ગયા છે. મહારાષ્ટ્ર વિધાન પરિષદની 9 સીટો ખાલી થઈ હતી. મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીમાં ભાજપના 4, એનસીપી અને શિવસેનાના 2-2 અને કોંગ્રેસના એક ઉમેદવાર સહિત કુલ 9 ઉમેદવાર મેદાનમાં હતા. તેથી ચૂંટણી વિના જ દરેક ઉમેદવાર બિનવિરોધ ચૂંટાયા છે. આ પહેલાં ચૂંટણી પંચે 21 મેના ચૂંટણીના તારીખ નક્કી કરી હતી.

ઉલ્લેખનીય છે કે, રાજ્યના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે બેમાંથી કોઈ ગૃહના સભ્ય નહોતા. આથી 27 મે સુધી તેમને કોઈ પણ એક ગૃહમાં ચૂંટાઈ આવવાનું જરૂરી હતું. જો તેમ ન થયું હોત તો તેમને રાજીનામું આપવું પડ્યું હોત. આથી બધારણીય કટોકટી ટાળવા માટે રાજ્યપાલે ચૂ઼ંટણી પંચને મહારાષ્ટ્ર વિધાન પરિષદની ખાલી પડેલી 9 સીટો માટે ચૂંટણી યોજવા વિનંતી કરી હતી. આ 9 ઉમેદવારો ચૂંટાયા : ભાજપ- રમેશ કરાડ, ગોપીચંદ પડલકર, પ્રવીણ દટકે અને રણજિતસિંહ મોહિતે પાટિલ, એનસીપીના શશીકાન્ત શિન્દે અને અમોલ મિટકરી, શિવસેના ઉદ્ધવ ઠાકરે અને નીલમ ગોરહે અને કોંગ્રેસના રાજેશ રાઠોડ બિનવિરોધ ચૂંટાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો