તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોનાના છેલ્લા 24 કલાકના નવા કેસે નવો વિક્રમ નોંધાવ્યો છે. ગુરુવારે સાંજે 6.00 સુધીના છેલ્લા 24 કલાકમાં એકલા મુંબઈમાં 8646 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 18 દર્દીનાં મોત થયાં છે, જે ચિંતાજનક છે. આ આંકડો આ વર્ષનો એક દિવસમાં નવા કેસનો સૌથી વધુ છે.આ સમયગાળામાં 5031 દર્દીને રજા આપવામાં આવી છે. જોકે નવા કેસ અને મૃત્યુ દરમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. મુંબઈ જિલ્લાનો રિકવરી રેટ હવે 84 ટકા પર આવ્યો છે, જ્યારે 25 માર્ચથી 31 માર્ચ સુધી કોવિડ કેસનો એકંદર વૃદ્ધિ દર 1.38 ટકા થયો છે, જ્યારે ડબલિંગ રેટ 49 દિવસ પર નીચે આવી ગયો છે.
ઝૂંપડપટ્ટીઓ અને ચાલીઓ સહિત એક્ટિવ કન્ટેનમેન્ટ ઝોન 80 છે, જ્યારે એક્ટિવ સીલ કરેલી ઈમારતો 650 છે.મુંબઈમાં 54,807 એક્ટિવ દર્દી છે, જ્યારે થાણેમાં 42,151 એક્ટિવ દર્દી છે. થાણે, નવી મુંબઈ, કલ્યાણ ડોંબિવલી, મીરા ભાયંદર, પનવેલ, નાશિક, અહમદનગર, પુણે, પિંપરી ચિંચવડ, ઔરંગાબાદ, નાંદેડ, નાહપુર, ભંડારામાં સ્થિતિ સૌથી વિકટ છે. દરમિયાન રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 43,183 નવા કેસ નોંધાયા છે, જ્યારે 249 દર્દીનાં મૃત્યુ થયાં છે. હાલમાં 19,09,498 નાગરિકો હોમ ક્વોરન્ટાઈનમાં છે, જ્યારે 18,432 સંસ્થાત્મક ક્વોરન્ટાઈનમાં છે. રાજ્યમાં હવે એક્ટિવ દર્દી 3,66,533 પર પહોંચી ગયા છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.