વિકાસની આડમાં પૂરી દેવાયા:કુર્લા વિસ્તારમાં 84 કૂવા ગાયબ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 43 કૂવા ખાનગી, 38 સરકારી અને ત્રણ મહાપાલિકાના કૂવાઓ

કુર્લા વિસ્તારમાં એક- બે નહીં પણ અધધધ 84 કૂવાઓ રહસ્યમય રીતે ગુમ થઈ ગયા હોવાની માહિતી બહાર આવી છે. આમાંથી 43 કૂવા ખાનગી માલિકીના, 38 સરકારી અને ત્રણ મહાપાલિકાના કૂવાઓનો સમાવેશ થાય છે. વળી, આ કૂવાઓ ગાયબ થઈ ગયા હોવા છતાં આ કૂવાઓ ચોક્કસ કઈ રીતે ગાયબ થઈ ગયા તેની સરકારી ચોપડે તેની કોઈ નોંધ નથી.

દેશને સ્વાતંત્ર્ય મળ્યા પછી મુંબઈની દેખીતી રીતે જ વૃદ્ધિ થતી હતી અને આ વૃદ્ધિ પામતા શહેરીકરણને લીધે પાણીની પણ અછત સર્જાવા લાગતાં કૂવાઓ બાંધવામાં આવ્યા હતા, જેના થકી નાગરિકોની પાણીની જરૂરતો સંતોષાતી હતી. સમયનાં વહાણાં વીતવા સાથે મહાપાલિકા દ્વારા પાણી પુરવઠા માટે યંત્રણા તૈયાર કરતાં અને ઘેરબેઠા પાણી મળવા લાગતાં કૂવાઓ તરફ બધાનું દુર્લક્ષ થઈ ગયું છે.

2009માં કૂવા સંવર્ધનની ઘોષણા
2009માં પાણીની અછત સર્જાવા લાગતાં કૂવાઓનું સંવર્ધન કરવાની ઘોષણા કરવામાં આવી હતી. જોકે પાણીની અછત દૂર થતાં થોડા સમયમાં જ આ ઘોષણા હવામાં ઓગળી ગઈ હતી. મહાપાલિકાની 2017ની ગત ચૂંટણી પૂર્વે પ્રચાર દરમિયાન કૂવાઓનું સંવર્ધન કરવામાં આવશે એમ શિવસેના દ્વારા જણાવવામાં આવ્યું હતું. જોકે તે પણ આ વચન ભૂલી ગઈ હોય તેમ જણાય છે. હવે 2022માં ફરીથી મહાપાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે કોઈ પક્ષ આ ગાયબ કૂવાઓ શોધી આપવાનું વચન આપે છે કે કેમ તે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...