તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નુકશાન:GST માં 8130 કરોડની ઘટથી રાજ્યની અર્થવ્યવસ્થાને ફટકો

મુંબઇ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જોકે ગયા વર્ષની તુલનામાં આ વર્ષે વસૂલી વધી

કોરોનાને રોકવા માટે રાજ્ય સરકારે લાગુ કરેલ પ્રતિબંધોનો અર્થવ્યવસ્થાને ફટકો પડ્યો છે. જીએસટી વસૂલી પર વધુ અસર થઈ છે. એપ્રિલ-મે દરમિયાન જીએસટીની વસૂલીમાં રૂ. 8130 કરોડ એટલે કે 36.4 ટકાનો ઘટાડો થયો છે. જોકે ગયા વર્ષના દેશવ્યાપી લોકડાઉનના સમયમાં મે મહિનાની સરખામણીએ રાજ્યમાં કુલ 59 ટકા વધારે જીએસટીની વસૂલી થઈ છે.

રાજ્યમાં એપ્રિલમાં કોરોનાની બીજી લહેરનું જોર વધ્યું હતું. એ સમયે ઝડપથી ફેલાયેલા કોરોનાના સંક્રમણને રોકવા માટે લોકડાઉનનો જ ઉપાય સરકાર સમક્ષ હતો. તેથી સરકારે રાજ્યમાં કઠોર પ્રતિબંધોની ઘોષણા કરી. આ પ્રતિબંધોને કારણે હવે કોરોનાનું જોર ઓસર્યું છે. પણ પ્રતિબંધોની અસર અર્થવ્યવસ્થા પર, ખાસ કરીને જીએસટી વસૂલી પર વધુ અસર થઈ છે. રાજ્યમાં ગયા વર્ષના દેશવ્યાપી લોકડાઉનના સમયમાં એપ્રિલ-મે બે મહિનામાં રૂ. 13,012 કરોડ જીએસટી વસૂલી થઈ હતી. આ વર્ષે રાજ્ય સરકારે કઠોર પ્રતિબંધો લાગુ કર્યા હોવા છતાં આ બે મહિનામાં રૂ. 35,412 કરોડ જીએસટી વસૂલ થયો છે.કેન્દ્ર પાસે 24 હજાર કરોડ બાકી : કેન્દ્ર પાસેથી મહારાષ્ટ્રના 24,000 કરોડ રૂપિયા જીએસટી વળતર લેવાનું બાકી નીકળે છે. આ રૂપિયા મેળવવા માટે સરકાર કેન્દ્ર પાસે સતત પ્રયત્ન કરી રહી છે.

મહારાષ્ટ્ર અગ્રેસર
મહારાષ્ટ્રએ જીએસટી વસૂલીમાં અન્ય રાજ્યોની સરખામણીએ સિંહફાળો આપ્યો છે. 2019-20માં મહારાષ્ટ્રએ 1.8 લાખ કરોડ રૂપિયાનો જીએસટી વસૂલ કર્યો હતો. જોકે કોરોનાના લોકડાઉનને લીધે એ પછીના આર્થિક વર્ષમાં 20,609 કરોડનો ઘટાડો થયો અને આ વર્ષે 1.6 લાખ કરોડ રૂપિયા જીએસટી વસૂલ કરવામાં રાજ્યને સફળતા મળી.

અન્ય સમાચારો પણ છે...