તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:80,000 કરોડના શૈક્ષણિક ફંડને નામે વેપારીને છેતર્યો

મુંબઈ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આંધ્ર અને બેન્ગલુરુથી બે ઠગની ધરપકડ કરાઈ

શૈક્ષણિક ફંડની રકમ અટકી ગઈ છે એવું કહીને ઘાટકોપરના વેપારી સાથે છેતરપિંડી કરવા સંબંધે ક્રાઈમ બ્રાન્ચે બે ઠગની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા અને કેન્દ્રીય મંત્રાલયનાં નામનાં વિવિધ કાગળિયાં જપ્ત કરવામાં આવ્યાં છે.

આરોપી વિનેશ વિશ્વનાથ (39) અને પ્રસાદ બોલાપતી (37)ની આંધ્ર પ્રદેશ અને બેન્ગલુરુથી ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ ઘાટકોપરના વેપારી સાથે જુહુ ખાતે હોટેલમાં બેઠલ લીધી હતી. તેમાંપ્રસાદે પોતે આઈપી મિઓર્ગ પ્રા. લિ.માં એમડી હોઈ તેમને રૂ. 80,000 કરોડનું શૈક્ષણિક ભંડોળ આઈપીએમઆઈ કંપની પાસેથી મળ્યું હોવાનું કહ્યું હતું. આ રકમ રિઝર્વ બેન્કમાં અટકી પડી હોઈ રૂ. 50 લાખનો ખર્ચ કરવા પર તે કાઢી શકાશે. તેની સામે વેપારીને રૂ. 7 કરોડ આપવાનું વચન આપ્યું હતું. વેપારીએ આરોપીઓને સૌપ્રથમ રૂ. 50,000 આપ્યા.

દરમિયાન વેપારીને એક મિત્ર થકી એવું જાણવા મળ્યું કે પ્રસાદ નામની આ વ્યક્તિએ અનેક લોકો સાથે આ રીતે છેતરપિંડી કરી છે. આથી ફરિયાદીએ પોલીસને જાણ કરી હતી. આ મુજબ પોલીસે પ્રસાદ અને તેના સાગરીતની ધરપકડ કરી હતી. તેમની પાસેથી રિઝર્વ બેન્ક, ભારતીય નાણાં મંત્રાલય, વાણિજ્ય મંત્રાલય, ભારતીય કોર્પોરેટ મંત્રાલય, વિદેશી બેન્ક અને ત્યાંની કંપનીઓનાં નામનાં બોગસ કાગળિયાં મળી આવ્યાં છે. આ પરથી આરોપીઓએ અનેક લોકો સાથે છેતરપિંડી કરી હોવાની શંકા છે, જે અંગે પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...