તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મધ્ય રેલવેના તમામ પ્રવાસીઓ માટે ઝડપી પ્રવાસને ઉતેજન આપવાની ક્ષમતાવાળા થાણે-દિવા પાંચમી અને છઠ્ઠી લાઈનના રેલવે પ્રકલ્પનું 80 ટકા કામ પૂરું થયું છે. આગામી પખવાડિયામાં ફાસ્ટ રેલવે લાઈન માટે ગર્ડર ઊભા કરવામાં આવશે અને એના માટે રસ્તા માર્ગ પર 6 કલાકનો સ્પેશિયલ બ્લોક લેવામાં આવશે. રાજસ્થાનના કોટાથી લાવવામાં આવેલા આ ગર્ડરની લંબાઈ 76 મીટર અને પહોળાઈ 5 મીટર છે. એનું વજન 330 ટન છે. વિવિધ ભાગોના ગર્ડરનું જોડાણ જગ્યા પર જ પૂરું કરવામાં આવ્યું છે. હવે ગર્ડર ઊભા કરવામાં આવશે. એ પછી પાટાઓનું જોડવાનું કામ અને વિદ્યુતીકરણના તબક્કા બાકી રહેશે એમ રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું.
સામાન્ય નાગરિકોને અત્યારે પ્રવાસની છૂટ નથી. એના લીધે કામ માટે લાખો પ્રવાસીઓ રસ્તા માર્ગે મુંબઈમાં આવે છે. કલ્યાણ, ડોંબીવલી, કસારા, કર્જત, બદલાપુર, ટિટવાલાથી મુંબઈ આવવા માટે શિળફાટા, મુંબ્રા બાયપાસ રોડથી થાણે માર્ગે અને કલ્યાણ ફાટા (નાશિક હાઈવે) એમ 3 મુખ્ય માર્ગ છે.
રેલવે પુલનો ગર્ડર ઊભો કરવા માટે રસ્તા પર 6 કલાકનો સ્પેશિયલ બ્લોક લેવામાં આવશે. આ સમય દરમિયાન થાણે-મુંબ્રા રોડ બંધ રહેશે. પ્રવાસીઓની સગવડ માટે અને ટ્રાફિક જામ ન થાય એ માટે રવિવારે બ્લોક લેવાનું નિયોજન છે. બ્લોક માટે સ્થાનિક પરિવહન વિભાગે પણ પરવાનગી આપી છે. તોતિંગ ક્રેન અને અન્ય સાધનસામગ્રીની તૈયારી છેલ્લા તબક્કામાં આવી છે એમ રેલવે અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.