તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મુંબઈમાં ગીચ વસતિ, ગગનચુંબી ઈમારતો અને વ્યવસાયિક ઈમારતોમાં લાગતી આગની ઘટનાઓમાં 80 ટકા શોર્ટસર્કિટને કારણે જ થાય છે એવું જણાયું છે. એમાં વર્ષે લગભગ 5500 એટલે કે મહિને 450 અને દરરોજ 15 ફાયર કોલ મહાપાલિકાના અગ્નિશમન દળને આવે છે. આગના સમાચાર મળતા જ અગ્નિશમન દળના જવાન તરત ઘટનાસ્થળે પહોંચે છે અને બચાવકાર્ય શરૂ કરે છે.
મુંબઈમાં ઝડપથી વધતા ઔદ્યોગિકીકરણમાં વીજળીની સુવિધા કર્યા પછી પાંચ વર્ષે એનું ઓડિટ કરવું જરૂરી હોય છે. ઉપરાંત નિયમિત મેઈનટેનન્સ કરવું જરૂરી હોય છે. જો કે વ્યવસાયિકો અને સોસાયટીઓ દ્વારા એના પર દુર્લક્ષ કરવામાં આવે છે. આ ઠેકાણે લાઈટની વ્યવસ્થા કર્યા પછી વર્ષો સુધી ઓડિટ કે મેઈનટેનન્સ થતું ન હોવાથી આગની દુર્ઘટના બને છે.
આ પાર્શ્વભૂમિ પર મહાપાલિકાના અગ્નિશમન દળના માધ્યમથી સર્વેક્ષણ અને તપાસણી કરતા સંબંધિતોને જોખમકારક વીજ વ્યવસ્થાનું ઓડિટ કરવાનું જણાવવામાં આવે છે. જો કે અગ્નિશમન દળ પાસે કાર્યવાહી કરવાનો અધિકાર ન હોવાથી કાર્યવાહી કરવામાં આવતી નથી. ઉપરાંત વીજ કંપનીઓ તરફથી પણ ઓડિટ ફરજિયાત કરવામાં આવતું નથી.
અગ્નિસુરક્ષાના પાઠ અભ્યાસક્રમમાં સમાવાશે
આગની દુર્ઘટના ટાળવા માટે ઘરમાલિક અથવા કંપનીઓ કે આસ્થાપનાઓએ સમયે સમયે પોતાની વીજ વ્યવસ્થાનું ઓડિટ, તપાસણી કરીને જરૂરી તકેદારી લેવી જોઈએ. આગની ઘટના ટાળવા માટે દરેક જણે જવાબદારીથી વર્તવું જોઈએ, જનજાગૃતિ કરવી જોઈએ. એના માટે મહાપાલિકાની સ્કૂલોમાં આઠમા, નવમા અને દસમા ધોરણના વિદ્યાર્થીઓને અગ્નિસુરક્ષાના પાઠ ભણાવવા એનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવો એ માટે પ્રયત્ન કરશું એમ મહાપાલિકાના નવા નિયુક્ત થયેલા અગ્નિશમન દળ પ્રમુખ કૈલાશ હિવરાળેએ જણાવ્યું હતું.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.