તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વિસ્ફોટ:મુંબઈમાં 80 ટકા બેડ ભરાઈ ગયા: પાલિકા

મુંબઈ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • હાલમાં દર્દીઓ સાજા થઈને ઘરે જાય એ પહેલાં દરરોજ અનેક નવા દર્દીઓનો સતત ઉમેરો

મુંબઈમાં કોરોનાના દર્દીઓની સંખ્યા દિવસે દિવસે વધી રહી હોવાથી કોરોનાના દર્દીઓ માટે રાખવામાં આવેલા બેડમાંથી માંડ 20 ટકા બેડ ખાલી રહ્યા છે. બેડની સંખ્યા 21000 સુધી લઈ જવાનો મહાપાલિકાનો પ્રયત્ન છે છતાં વધારેલા બેડ પણ તરત ભરાઈ જાય છે.

મુંબઈમાં છેલ્લા થોડા દિવસોથી દર્દીઓની સંખ્યા 5000 કરતા વધારે થયો હતો. છેલ્લા બે દિવસથી આ આંકડાએ 8000ની સંખ્યા વટાવતા શનિવારે મુંબઈમાં 9108 નવા દર્દીઓની નોંધ થઈ હતી. તેથી સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. અત્યારે મુંબઈમાં 58,000 કરતા વધુ સારવાર હેઠળના દર્દીઓ છે. એમાંથી લગભગ 10,000થી વધુ દર્દીઓમાં લક્ષણો છે અને લગભગ 900 જેટલા દર્દીઓ ગંભીર છે.

સારવાર હેઠળના દર્દીઓ સાજા થઈને ઘરે પાછા જાય એ પહેલાં જ દરરોજ નવા દર્દીઓ હજારોની સંખ્યામાં વધી રહ્યા છે. તેથી બેડ ઓછા પડવા માંડ્યા છે. એમાં જનરલ બેડ, શંકાસ્પદ દર્દીઓ માટે આઈસોલેશન, જેમના ઘર નાના છે એવા કોરોનાગ્રસ્તો માટે ક્વોરન્ટાઈન, સૌમ્ય લક્ષણોવાળા દર્દીઓ માટે બેડ, આઈસીયુ બેડ, ઓક્સિજન સહિત અથ‌ા રેસ્પિરેટરવાળા બેડનો સમાવેશ છે. જનરલ બેડ સાથે જ આઈસીયુના બેડ પણ અમે વધારી રહ્યા છીએ. મહાપાલિકાની હોસ્પિટલો, સરકારી હોસ્પિટલો, ખાનગી હોસ્પિટલોમાં પણ ધીમે ધીમે બેડ વધારવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

કક્ષ દ્વારા જ નિયંત્રણ
મુંબઈમાં રોજિંદા નવા દર્દીઓની સંખ્યા 10,000 સુધી પહોંચે એવી શક્યતા મહાપાલિકા કમિશનર ઈકબાલ સિંહ ચહલે વ્યક્ત કરી હતી. હાલની સ્થિતિમાં 70 ટકા દર્દીઓમાં લક્ષણો નથી. તેથી દરરોજ 10,000 જેટલા નવા દર્દીઓ નોંધાય છતાં એમાં હોસ્પિટલમાં દાખલ થવું પડે એવા દર્દીઓની સંખ્યા ઓછી હશે.

આ સંખ્યા પ્રમાણે બેડ વધારવાનો અમારો પ્રયત્ન રહેશે એમ એક અધિકારીએ જણાવ્યું હતું. કેટલાક દર્દીઓ લેબોરેટરીમાંથી રિપોર્ટ મેળવીને પોતે ખાનગી હોસ્પિટલમાં દાખલ થતા હોવાથી બેડનું વ્યવસ્થાપન બગડ્યું છે. તેથી બેડ નિયંત્રણ કક્ષ મારફત જ ઉપલબ્ધ કરી આપવામાં આવે એવી સૂચના કમિશનરે યંત્રણાને આપી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો