અપહરણ:ભોઈવાડામાં 8 વર્ષના બાળકનું મહિલાના પ્રેમી દ્વારા અપહરણ

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસની ત્રણ ટીમોએ સઘન તપાસ કરીને બાળકનો છુટકારો કર્યો

ભોઈવાડામાં આઠ વર્ષના બાળકનું મહિલાના પ્રેમી દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. પોલીસની ત્રણ ટીમોએ ઠેકઠેકાણે શોધખોળ કરીને આખરે બાળકનો છુટકારો કર્યો છે અને આરોપીની ધરપકડ કરી છે.દાદર પૂર્વ નાયગાવમાં ગોવિંદજી કેણી રોડ ખાતે રહેતી સ્વીટી સૂરજ કીર્તિકુડે (26)ના આઠ વર્ષના બાળકનું 15 ઓક્ટોબરે અપહરણ થયું હતું. આ અંગે ફરિયાદ નોંધાયા પછી પોલીસે પૂછપરછ કરતાં ફરિયાદી મહિલાના પ્રેમ વિજય વિક્રમ અહિરે (26) દ્વારા અપહરણ કરાયું હોવાનું બહાર આવ્યું હતું.

આ પછી પીએસઆઈ તવાર, અભંગ, પાટીલની આગેવાનીમાં ત્રણ ટીમો બનાવવામાં આવી હતી. પુણેના હડપસરમાં લોણી કાળભોર, ઉસ્માનાબાદમાં ઈટ ગાવ ખાતે બે ટીમ રવાના કરવામાં આવી હતી. એક ટીમે મુંબઈમાં લાલ ડોંગર ચેમ્બુર, માહુલગાવ આંબાપાડા, પરેલ, શિવડી, પારધીવાડા શિવડી ખાતે તપાસ કરી હતી.આખરે શિવડી પૂર્વના પારધીવાડા ખાતે આરોપી છુપાયો છે એવી માહિતી મળતાં આ વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. આખરે આરોપીને અહીંથી ઝડપી લેવાયો હતો, જ્યારે બાળકનો સુરક્ષિત છુટકારો કરવામાં આવ્યો હતો.

બાળકને તેની માતાને સોંપવામાં આવ્યો હતો. અંતર્ગત વાદવિવાદમાં આરોપીએ આ કૃત્ય કર્યું હોવાનું બહાર આવ્યું હતું, પીએસઆઈ પ્રદીપ કુમાર આઢાવ વધુ તપાસ કરી રહ્યા છે, એમ સિનિયર પીઆઈ જિતેન્દ્ર પવારે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...