તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વાઇરસ:મુલુંડના કચ્છી પરિવારના 8 કોરોનાગ્રસ્ત, ઘરમાં રહી લડત

મુંબઇ9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ડોક્ટરની સલાહ મુજબ આયુર્વેદ અને ઈમ્યુનિટી વધારવાના ઉપાયો કરે છે

મુલુંડ-ઈસ્ટમા રહેતા અને એપીએમસી માર્કેટમાં આનાજના વ્યવસાય સાથે સંકળાયેલા કચ્છી દશા ઓસવાળ સમાજના 15 સભ્યોના સંયુકત પરિવારમાંથી 8 સભ્યો કોરોનાગ્રસ્ત થયા છે અને હવે ઘરમાં રહીને લડત આપીને દાખલો બેસાડ્યો છે. તેઓ કઇ રીતે સંક્રમિત થયા અને તેની સામે કઈ રીતે લડી રહ્યા છે તે વિશે તેમના અનુભવો લોડાયા પરિવારે વર્ણવ્યા છે.સામાન્ય રીતે કોરાના લાગુ થયા બાદ 7 દિવસ પછી તેની અસર દેખાય છે અને પરીક્ષણ કરાવવા પર પોઝિટિવ આવે છે, પરંતુ એ પછી 14 દિવસ માટે સાવચેતીઓ સાથે સારવાર લઇ પછી જ પરીક્ષણ કરાવવું હિતાવહ છે. જો એ પહેલાં પરીક્ષણમાં રિપોર્ટમાં નેગેટિવ આવે તો પણ શક્ય છે કે આ સંક્રમણ અન્ય પરિવારજનોમાં લાગુ થઈ શકે છે. આથી ક્વોરન્ટાઈન સમય પૂરો કરાવ્યા પછી જ પરીક્ષણ કરાવવાથી અન્ય લોકોમાં સંક્રમણ ફેલાવાનું પ્રમાણ નહિવત થઇ જાય છે. હજુ અમે તમામ પરિવારજનો હોમ ક્વોરન્ટાઈનમાં જ છીએ અને બે દીવસ પછી આ મહામારીનું પરીક્ષણ કરાવીશું, એમ પરિવારના પ્રવીણભાઈ લોડાયાએ જણાવ્યું હતું. મુલુંડના સાને ગુરુજી નગરમાં રહેતા 53 વર્ષના પ્રવીણભાઇએ “દિવ્ય ભાસ્કર’ને કહ્યું હતું કે, અમે વેપારના કામકાજ માટે દરરોજ પરિવારના સભ્યો એપીએમસી જઇએ છીએ. દુકાનથી મારો એક ભત્રીજો 29 એપ્રિલે રાત્રે ઘરે પાછો આવ્યા પછી  થોડી વારમાં જ તાવ શરૂ થયો હતો. આ પછી બીજા દિવસે ગુરુવારે એપીએમસી માર્કેટમાં  કોવિડ-19નું પરીક્ષણ કરાવ્યું હતું.  30 એપ્રિલથી જ તેને ઘરમાં આઈઝોલેશનમાં રખાયો હતો. શુક્રવારે નવી મુંબઈ મહાપાલિકાએ જાણ કરી કે ભત્રીજાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. અમે તેને હોમ ક્વોરન્ટાઈનમાં રાખ્યો, કારણ કે તેને કોરોનાનાં અન્ય કોઇ લક્ષણો જણાયાં નહોતાં. 1 મેના પ્રથમ કેસ ઘરમાં મળી આવતાં શનિવારે અમે ઘરના અન્ય 14 સભ્યો અને અમારા વોચમેન સહિત  15 જણે ખાનગી લેબમાં કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો અને તમામ સભ્યો અમારા ઘરમાં અલગ અલગ રૂમમાં આઈઝોલેટ થઇ ગયા હતા, પરંતુ 3 મેના રોજ  જાણ થઈ કે 15માંથી  7 અન્ય સભ્યોનો રિપોર્ટ પોઝિટિવ અને 8 જણનો નેગેટિવ આવ્યો છે. કોરોના સામે જંગ : પ્રવીણભાઇએ કહ્યું કે, અમારી આસપાસનાં દવાખાનાંઓ સંક્રમિતોથી ઊભરાતા હતા. આથી અમે ઘરે જ મિની હોસ્પિટલ જેવી વ્યવસ્થા કરીને દરેક સભ્યોએ આયુર્વેદમાં દર્શાવ્યા અનુસાર અને મલ્ટી વિટામિનની ગોળીઓ સારવાર માટે શરૂ કરી. સમયાંતરે ગરમ પાણીના કોગળા, સ્ટીમ ઈન્હેલરથી વરાળ લેવી, હળદર મીઠાવાળા પાણીના દિવસ દરમિયાન સતત કોગળા કરવા, સૂંઠવાળું ગરમ પાણી સહિતની દવાઓ ચાલુ  રાખી હતી.મારો જાહેર જનતાએ એક જ સંદેશ છે કે, આ મહામારીથી ડરવાની જરૂર નથી, પરંતુ સાવધાની રાખવાનું જરૂરી છે. મારા અનુભવ મુજબ આ બીમારી ગળામાંથી શરૂ થાય છે અને કોઇ પણ સંજોગોમો તેને છાતીના ભાગ સુધી પહોંચવા દેવી નહીં જોઈએ. ગળામાં જ તેને રોકવો જોઈએ. આ માટે આયુર્વેદ અને ઈમ્યુનિટી વધારવા માટેના તમામ પ્રયાસો નજીકના ડોકટરની સલાહ મુજબ શરૂ કરી દેવા અને રિપોર્ટ આવે તેની રાહ જોયા વગર આપણી જૂની પદ્ધતિ મુજબ આ બીમારી સામે ઘરગથ્થુ સારવાર તુરંત શરૂ કરી દેવી જોઇએ, કારણ કે ભારતીય નાગરિકોમાં આ રોગની સામે લડવા માટે અન્ય દેશો કરતાં રોગ પ્રતિકાર શક્તિ વધુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો