છેલ્લા પાંચ મહિનામાં મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાંથી અને બીજા રાજ્યોમાંથી મેલ-એક્સપ્રેસથી મુંબઈ પાછા ફરનારા પ્રવાસીઓમાંથી 791 પ્રવાસી કોરોનાગ્રસ્ત મળ્યા છે. કોરોનાની બીજી લહેર ઓસરવાથી 17 એપ્રિલથી 31 મે 2021ના સમયગાળામાં સૌથી વધુ કોરોનાગ્રસ્ત પ્રવાસીઓ મળ્યા હોવાની માહિતી રેલવે પોલીસે આપી હતી. એ પછી દર્દીઓ મળવાનું પ્રમાણ ઓછું થયું છે.
દિલ્હી, ગુજરાત, રાજસ્થાન, ગોવા, કેરળ, ઉતરાખંડ જેવા સંવેદનશીલ ભાગોમાંથી રેલવેથી મહારાષ્ટ્રમાં આવતા પ્રવાસીઓની ટેસ્ટ 17 એપ્રિલથી અનિવાર્ય કરવામાં આવી. એ સાથે જ 1 મેથી પશ્ચિમ બંગાળ અને ઉત્તરપ્રદેશથી આવતા પ્રવાસીઓની ટેસ્ટ પણ ફરજિયાત કરવામાં આવી. મહારાષ્ટ્રમાં આવતા પ્રવાસીઓએ પ્રવાસના સમયથી 48 કલાક પહેલાં કોરોના ટેસ્ટ કરવી ફરજિયાત કર્યું છે.
પ્રવાસીઓએ ટેસ્ટ ન કરાવતા આવવાની શક્યતા હોવાથી બીજા રાજ્યોમાંથી મુંબઈ આવતા તમામ પ્રવાસીઓના શરીરના તાપમાનની તપાસ શરૂ કરવામાં આવી. 48 કલાક પહેલાં ટેસ્ટ કરાવીને મહારાષ્ટ્રમાં આવતા પ્રવાસીઓએ તેમનો નેગેટિલ રિપોર્ટ દેખાડે ત્યારે તેમને સ્ટેશનની બહાર જવાની પરવાનગી આપવામાં આવે છે.
મધ્ય અને પશ્ચિમ રેલવેના જે જે સ્ટેશનોમાં મેલ-એક્સપ્રેસ થોભે છે ત્યાં ફક્ત શંકાસ્પદ પ્રવાસીઓની ટેસ્ટ કરવામાં આવે છે. રેલવે પોલીસે આપેલી માહિતી અનુસાર 17 એપ્રિલથી અત્યાર સુધી 10,57,938 પ્રવાસીઓની ટેસ્ટ કરવામાં આવી.
ટેસ્ટ માટે સમયનો વેડફાટ
બીજા રાજ્યોમાંથી મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં અત્યારે દરરોજ મધ્ય રેલવેના સીએસએમટી, એલટીટી, દાદર, પનવેલ સુધી અને પશ્ચિમ રેલવેમાં મુંબઈ સેંટ્રલ, બાન્દરા ટર્મિનસ, વસઈ માટે મોટા પ્રમાણમાં ટ્રેન ચલાવવામાં આવે છે. આ સ્ટેશનમાં ઉતરનારા પ્રવાસીઓએ કોરોના ટેસ્ટ માટે લાઈન લગાડવી પડે છે. પ્રવાસીઓની સંખ્યા વધારે હોવાથી ટેસ્ટ માટે ઘણો સમય લાગે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.