તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર યથાવત:રાજ્યમાં 78,884 દર્દીઓ ઓક્સિજન પર ,16 જિલ્લામાં કોરોનાના કેસ વધ્યા

મુંબઈ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મહારાષ્ટ્રને 200 મેટ્રિક ટન વધારાના ઓક્સિજનનો પુરવઠો કરવા મુખ્ય સચિવની માગણી

કોરોનાની બીજી લહેર પછી કડક નિયંત્રણોને લઈને મહારાષ્ટ્રના 15 જિલ્લાઓમાં નવા કેસ ઓછા થઈ રહ્યા છે, પરંતુ 16 જિલ્લાઓમાં દર્દીઓની સંખ્યા વધતી હોવાથી તેમના ઉપચાર માટે ઓક્સિજનની પણ અછત વર્તાઈ રહી છે. આથી રાજ્યમાં ઓક્સિજનની માગણી વધી હોઈ કેન્દ્ર દ્વારા હાલમાં થઈ રહેલા પુરવઠામાં 200 મેટ્રિક ટન ઓક્સિજનનો વધારાનો પુરવઠો કરવામાં આવે. લિક્વિડ ઓક્સિજન પરિવહન માટે 10 ટેન્કરો મહારાષ્ટ્રને ઉપલબ્ધ કરવામાં આવે એવી માહિતી રાજ્યના મુખ્ય સચિવ સીતારામ કુંટેએ કેન્દ્રીય મંત્રીમંડળસચિવ રાજીવ ગૌબાને મંગળવારે પત્ર લખીને કરી છે.

દર્દીઓની વધતી સંખ્યાને લઈને મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેની આગેવાનીમાં ઓક્સિજન, રેમડેસિવિર, દર્દીઓ માટે બેડ્સનો કયાસ સતત મેળવવામાં આવી રહ્યો છે. રાજ્યને હાલમાં વધારાનું ઓક્સિજન જરૂરી હોઈ તે બાબતે કેન્દ્ર પાસે માગણી કરવા ઠાકરેએ નિર્દેશ આપ્યા હતા, જે અનુસાર આ પત્ર લખવામાં આવ્યો છે.

રાજ્યમાં હાલ 6,63,758 એક્ટિવ દર્દી છે. તેમાંથી 78,884 દર્દી ઓક્સિજન પર હોઈ 24,787 દર્દી આઈસીયુમાં છે. પાલઘર, રત્નાગિરિ, સિંધુદુર્ગ, સાતારા, સાંગલી, કોલ્હાપુર, સોલાપુર, નંદુરબાર, બીડ, પરભણી, હિંગોલી, અમરાવતી, બુલઢાણા, વર્ધા, ગઢચિરોલી અને ચંદ્રપુર સહિત 16 જિલ્લામાં સતત એક્ટિવ દર્દીની સંખ્યા વધી રહી હોવાથી ઓક્સિજનની માગણી પણ વધી રહી છે. દરેક જિલ્લામાં ઓક્સિજનનું ઓડિટ કરવામાં આવી રહ્યું છે.

ગુજરાતથી 125 મેટ્રિક ઓક્સિજન
હાલમાં ગુજરાતના જામનગરથી દિવસમાં 125 મેટ્રિક ટન ઓક્સિજન પુરવઠો થઈ રહ્યો છે. તેમાં 100 મેટ્રિક ટનનો વધારો કરીને દિવસમાં 225 મેટ્રિક ટન અને ભિલાઈ ખાતેથી 230 મેટ્રિક ટન પુરવઠો કરવામાં આવે એવી વિનંતી પણ તેમણે કરી છે. ભૌગોલિક દષ્ટિએ આ બંને સ્થળ મહારાષ્ટ્રની નજીક હોવાથી પરિવહનનો સમયગાળો ઓછો થવામાં મદદ થવા સાથે સમયસર ઓક્સિજન મળી શકશે.

ઓક્સિજનની ઉપલબ્ધતા માત્ર કાગળ પર
રાજ્યમાં ઓક્સિજનની વધતી માગણી અને જરૂર ધ્યાનમાં લેતાં હાલમાં કેન્દ્ર પાસેથી થઈ રહેલા પુરવઠામાં 200 મેટ્રિક ટન વધારો કરવામાં આવવો જોઈએ. ઓક્સિજન લિફ્ટિંગની સુવિધા રાજ્ય માટે સગવડદાયક હોવી જોઈએ. આ પૂર્વે નીમેલી ઓડિશાની આરઆઈએનએલ, વિઝાગ અને ઝિંદાલ સ્ટીલ ખાતે ઓક્સિજન ઉપલબ્ધતાનું નિયોજન કાગળ પર રહી ગયું છે.

10 ટેન્કર રાજ્યને આપો
લિક્વિડ ઓક્સિજન પરિવહન માટે સિંગાપોર, દુબઈ અને અન્ય દેશની તેલ ઉત્પાદક કંપનીઓ પાસેથી કેન્દ્રને આઈએસઓ ટેન્કર્સ મળ્યા છે. તેમાંથીકમસેકમ 10 ટેન્કર મહારાષ્ટ્રને ઉપલબ્ધ કરવામાં આવે, જેથી ઓડિશાના અંગુલ ખાતેથી રોરો સેવા થકી લિક્વિડ ઓક્સિજન લાવવાનું આસાન બનશે, એમ પણ મુખ્ય સચિવે પત્રમાં લખ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો