આવક વધી:ગણેશોત્સવ માટે વધારાની બસથી 7.82 કરોડની આવક

મુંબઇ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 8299 ફેરીઓથી 4 લાખ પ્રવાસી ગામ પહોંચ્યા

ગણેશોત્સવ નિમિત્તે કોકણ માટે દોડાવવામાં આવેલી વધારાની બસ દ્વારા એસટી મહામંડળને રૂ. 7,82,32,000ની આવક થઈ છે. ગણેશોત્સવના સમયમાં 5 થી 20 સપ્ટેમ્બર 2021 દરમિયાન ગણપતિ સ્પેશિયલ 3290 બસ દ્વારા લગભગ 3,96,000 પ્રવાસીઓએ એસટીમાં પ્રવાસ કર્યો હતો એવી માહિતી પરિવહન મંત્રી તથા એસટી મહામંડળના અધ્યક્ષ એડવોકેટ અનિલ પરબે આપી હતી.

ગણેશોત્સવમાં કોકણ જવા માટે નોકરિયાતોએ સુરક્ષિત પ્રવાસ તરીકે એસટી પર મૂકલા વિશ્વાસને કારણે જ કરોડોન આવક થઈ એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. દરમિયાન ગણેશોત્સવમાં પ્રવાસીઓને સુરક્ષિત પ્રવાસ કરાવનારા ડ્રાઈવર અને કંડકટરો સાથે તેમને સાથ આપનારા ટેકનિકલ કર્મચારીઓ, સુપરવાઈઝર અને અધિકારીઓના પરબે વખાણ કર્યા હતા.ગણેશોત્સવ એટલ કોકણના નોકરિયાતો માટે અનેરો ઉત્સવ છે.

એસટી, ગણપતિ અને કોકણના નોકરિયાતોનો એક નોખો સંબંધ છે. તેથી દર વર્ષે ગણેશોત્સવમાં કોકણ જનારા નોકરિયાતો માટે એસટી સ્પેશિયલ બસ દોડાવે છે. આ વર્ષે એસટી મહામંડળે 2200 બસ દોડાવવાનો નિર્ણય લીધો હતો. થોડા જ દિવસમાં બધી બસ ફૂલ થઈ ગઈ. આ પ્રતિસાદના લીધે એસટીએ 3290 બસ દોડાવી. 5 થી 20 સપ્ટેમ્બર દરમિયાન 3290 બસની 8299 ફેરીઓ થકી એસટીને રૂ. 7,82,32,000ની આવક થઈ એમ પરબે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...