CBIના સ્પેશિયલ યુનિટ સક્રિય:ઓનલાઈન બાળકોનું જાતીય શોષણ રોકવા CBIના દેશભરમાં 77 દરોડા

મુંબઈ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • : 5000થી વધુ શોષણખોરોનાં 50 ગ્રુપ દ્વારા સામગ્રી શેર
  • ગુજરાતના જૂનાગઢ, ભાવનગર, જામનગરમાં, મહારાષ્ટ્રના જલગામ, સલવાડ, ધુળેમાં કાર્યવાહી : 100થી વધુ દેશોમાં આવા ગુના આચરનારા ફેલાયેલા છે

ઓનલાઈન બાળકોનું જાતીય શોષણ તાજેતરનાં વર્ષોમાં ચિંતાજનક રીતે વધી જતાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા સ્થાપવામાં આવેલા સ્પેશિયલ યુનિટ ઓનલાઈન ચાઈલ્ડ સેકસ્યુઅલ એબ્યુઝ એન્ડ એક્સપ્લોઈટેશન પ્રિવેન્શન- ઈન્વેસ્ટિશન સક્રિય બની છે.

બાળકોના જાતીય શોષણ સંબંધી ઈન્ટેલિજન્સ ભેગું કર્યા પછી 14 નવેમ્બરના રોજ સીબીઆઈ દ્વારા 83 ગુનેગારોને ઓળખીને 23 કેસ નોંધવામાં આવ્યા હતા. ભારત અને વિદેશમાં અલગ અલગ ભાગમાં ગુનેગારોની વિવિધ સિન્ડિકેટ દ્વારા સોશિયલ મિડિયા મંચો અને ગ્રુપ થકી બાળકોના જાતીય શોષણ અંગેની સામગ્રીઓનું વિતરણ, સંગ્રહ અને જોવા સાથે સંકળાયેલા છે એવી માહિતી બહાર આવી છે. લિંક્સ, વિડિયોઝ, પિક્ચર્સ, ટેક્સ્ટ્સ, પોસ્ટ્સ શેર કરીને, સોશિયલ મિડિયા ગ્રુપ્સ અને થર્ડ પાર્ટી સ્ટોરેજ- હોસ્ટિંગ મંચો પર આવી કન્ટેન્ટ હોસ્ટ કરીને આવી વાંધાજનક સામગ્રીઓનું મોટે પાયે આ નરાધમો વિતરણ કરે છે એવી માહિતી પણ બહાર આવી છે.

આ પછી સીબીઆઈ દ્વારા સાગમટે દેશનાં 14 રાજ્યમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં ગુજરાતના જૂનાગઢ, ભાવનગર, જામગર, મહારાષ્ટ્રના જલગામ, સલવાડ, ધુળે, આંધ્રના તિરુપતિ, કનેકલ, ઉત્તર પ્રદેશમાં દિલ્હી, કોંચજલૌં, માઉ, ચંદૌલી, વારાણસી, ગાઝીપુર, સિદ્ધાર્થનગર, મોરાદાબાદ, નોઈડા, ઝાંસી, ગાઝિયાબાદ, મુઝફ્ફરનગર, પંજાબમાં સંગરૂર, મલેરકોટલા, હોશિયારપુર, પટિયાલા, બિહારમાં પટના, સિવન, હરિયાણાના યમુનાનગર, પાનીપત, સિરસા, હિસ્સાર, ઓડિશાના ભદ્રક, જાજાપુર, ઢેણકેનાલ, તામિલનાડુના તિરુવેલુર, કોઈમ્બતુર, નામક્કલ, સાલેમ, તિરુવેન્નામલાઈ, રાજસ્થાનના અજમેર, જયપુર, ઝુનઝુનુ, નાગૌર, મધ્ય પ્રદેશના ગ્વાલિયર, છત્તીસગઢમાં કોરબા, હિમાચલમાં સોલાન ખાતે સાગમટે દરોડા પાડવામાં આવ્યા હતા.

મોટે પાયે ગેજેટ્સ, મોબાઈલ, લેપટોપ જપ્ત
દરોડામાં મોટે પાયે ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ, મોબાઈલ, લેપટોપ જપ્ત કરવામાં આવ્યા છે. બાળકોના જાતીય શોષણની સામગ્રીઓનો આ નરાધમો દ્વારા મોટે પાયે વેપાર કરવામાં આવી છે એવી માહિતી બહાર આવી છે. 5000થી વધુ ગુનેગારો દ્વારા 50થી વધુ ગ્રુપ્સમાં આ સામગ્રીઓ વિતરણ કરવામાં આવે છે. આમાં વિદેશી નાગરિકો પણ મોટી સંખ્યામાં છે. વિવિધ ખંડના 100થી વધુ દેશોના નરાધમો આ કૌભાંડમાં સંકળાયેલા છે. આથી સીબીઆઈ દ્વારા હવે વિધિસર અને બિનવિધિસર માધ્યમો થકી ભગિની સંસ્થાઓ સાથે સમન્વય સાધીને વધુ તપાસ કરવામાં અઆવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...