તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકરણ:ભાજપને 1 વર્ષમાં 750 કરોડનું દાન ,શિવસેનાએ નિશાન સાધ્યું

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉદ્યોગપતિઓએ કેટલું દાન આપ્યું છે તેની યાદી પણ જાહેર કરી દીધી

રાજકારણ હાલમાં ફક્ત પૈસાની રમત છે. તત્ત્વ, વિચાર, રાષ્ટ્રની સંકલ્પના પાછળ રહી ગઈ છે. પૈસા ફેંકો, તમાશા દેખો એ નવી રમત છેલ્લાં કેટલાંક વર્ષથી ચાલી રહી છે, એવી ટીકા કરીને એક વર્ષમાં ભાજપને રૂ. 750 કરોડનું દાન મળ્યું છે એમ કહીને શિવસેનાએ ફરી એક વાર ભાજપ પર નિશાન સાધ્યું છે.

પક્ષના મુખપત્ર થકી શિવસેનાએ ભાજપને મળેલાં દાન પરથી ટીકા કરી છે. 2014 અને 2019ની સાર્વત્રિક ચૂંટણીમાં પૈસાનો બેસુમાર ઉપયોગ કરવામાં આવ્યો. પૈસાની લાવ- લઈજા કરવા માટે વિમાનો અને હેલિકોપ્ટરોનો ઉપયોગ કરાયો. તે સર્વ કારભાર જોતાં રૂ. 750 કરોડનું દાન એટલે ઝાડ પરથી ખરી પડતાં સુકાયેલાં પાંદડાં છે એવું કહેવું પડશે, એમ શિવસેનાએ ટીકા કરતાં જણાવ્યું છે.રાજકારણમાં પૈસાનો ધુમાડો નીકળે એ હંમેશનું થઈ ગયું છે. સત્તા અને પૈસો એક અલગ નશા છે.

પૈસામાંથી સત્તા, સત્તામાંથી ફરી પૈસો. તે જ પૈસામાંથી ફરી ફરી સત્તા. આ દુષ્ટચક્ર ભેદવું પોતાની લોકશાહીમાં હવે કોઈને પણ શક્ય બનશે એવું લાગતું નથી. ઉદ્યોગપતિ, બિલ્ડર્સ, ઠેકેદાર, વેપારી મંડળો કરોડોનાં દાન એકાદ રાજકીય પક્ષને આપે છે તે શું ફક્ત ધર્માદા તરીકે આપે છે? આ દાનની વસૂલી આગામી સમયમાં વ્યવસ્થિત થતી જ હોય છે.

પૈસો એ જ રાજકારણનો આત્મા બન્યો છે. દેશમાં સૌથી મોટી લોકશાહીનું આ દુઃખ છે તે માન્ય છે, પરંતુ આ પૈસાની રમત શફળ થાય એવું પણ નથી. શ્રીમંત ભાજપ પશ્ચિમ બંગાળની ચૂંટણી જીતી નહીં શક્યો અને રૂ. 8 કરોડનું દાન મળેલા તૃણમૂલ કોંગ્રેસે રૂ. 750 કરોડવાળા ભાજપને આસાનીથી પરાજિત કર્યો. મહારાષ્ટ્રમાં શિવસેનાનું નામ શ્રીમંતોની યાદીમાં નથી અને મોટાંદાન શિવસેનાને મળ્યા હોય તેવું દેખાતું નથી.

છતાં લોકોના ટેકાની એકમાત્ર શ્રીમંતી પર શિવસેના છેલ્લાં 50 વર્ષથી મેદાનમાં લડી રહી છે. કરોડો રૂપિયાનો ધુમાડો કરીને પણ અનેકોનો પરાભવ થાય છે તો અનેક ફાટેલા ઉમેદવારો પૈસાનો ગાજાવાજા નહીં કરતાં શ્રીમંતીનો પરાભવ કરીને વિજયી થયા જ છે, એમ શિવસેનાએ જણાવ્યું છે.

750 કરોડનું દાન આપનારા કોણ છે
ભાજપને 2019-20માં દાન આપનારા કોણ છે? તેમાં અંબાણી, અદાણી, મિત્તલ, ટાટા, બિરલા ચોક્કસ જ નથી. સૌથી મોટા દાની ફુડેન્ટ ઈલેક્ટોરલ ટ્રસ્ટ હોઈ રૂ. 217.75 કરોડનું ભાજપને દાન આપ્યું છે. આઈસીસી ગ્રુપે રૂ. 76 કરોડ, જનકલ્યાણ ટ્રસ્ટે રૂ. 45.14 કરોડ, મહારાષ્ટ્રના બી. જી. શિર્કે કન્સ્ટ્રકશન્સે રૂ. 35 કરોડ, લોઢા ડેવલપર્સે રૂ. 21 કરોડ, ગુલમણ ડેવલપર્સે રૂ. 20 કરોડ, જ્યુપિટર કેપિટલે રૂ. 15 કરોડ એમ મોટા આંકડા છે. દેશમાં 14 શિક્ષણ સંસ્થાઓએ પણ ભાજપની દાનપેટીમાં કરોડો રૂપિયા નાખ્યા છે, એમ પણ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...