• Gujarati News
  • Local
  • Mumbai
  • 75% Of Infected Patients In Dharavi Are Emergency Service Workers, Including Cleaning Workers, Wordboys, Home Delivery

કોરોનાનો કહેર:ધારાવીમાં 75% સંક્રમિત દર્દી અત્યાવશ્યક સેવાના શ્રમિકો છે, સફાઈ શ્રમિક, વોર્ડબોય, સામાન ઘરે પહોંચાડનારાઓનો સમાવેશ

મુંબઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધારાવીમાં અત્યાર સુધી સંક્રમિત થયેલા દર્દીઓમાંથી લગભગ ૭૫ ટકા દર્દીઓ ૨૧ થી ૬૦ વર્ષની ઉંમરના વયજૂથના છે. અત્યાવશ્યક સેવામાં કામ કરતા લોકો છે. તેમની સંખ્યા ધારાવીમાં વધારે છે. સફાઈ શ્રમિકો, વોર્ડબોય, સામાન ઘરે પહોંચાડનાર શ્રમિક જેવી સંક્રમિતોનો એમાં સમાવેશ હોવાનું સર્વેક્ષણમાં જણાયું છે. 
ચામડાની વસ્તુઓ, માટીના વાસણો અને કપડા સિવવાના કારખાના આ ભાગમાં મોટા પ્રમાણમાં છે
સોશિયલ ડિસ્ટન્સિંગની સંકલ્પના જ જ્યાં અશક્ય છે એવા ધારાવીમાં દરરોજ દર્દીઓની સંખ્યા વધી રહી છે. દોઢ હજાર લોકો સંક્રમિત થયા છે. લગભગ અઢી કિલોમીટર પરિસરમાં પથરાયેલ આ ઝૂપડપટ્ટીની વસતિ સુમારે ૭ લાખ છે. એક કિલેમીટરના પરિસરમાં અઢી લાખ લોકો જેટલી ગીચ ઘનતા આ ભાગમાં છે. ચામડાની વસ્તુઓ, માટીના વાસણો અને કપડા સિવવાના કારખાના આ ભાગમાં મોટા પ્રમાણમાં છે. આ જ ભાગમાં મોટી સંખ્યામાં મજૂરવર્ગ છે અને એ કોરોના સંક્રમણથી ગ્રસ્ત છે એમ સર્વેક્ષણમાં જણાયું છે. ૨૧ થી ૬૦ની વયજૂથમાં ૭૫ ટકા દર્દીઓ છે. એમાં મોટા ભાગના લોકો આરોગ્ય યંત્રણામાં કામ કરે છે. તેથી તેમનો કોરોના સાથે નજીકથી સામનો થાય છે. અનેક જણ શ્રમિકો હોવાની માહિતી જી-નોર્થ વોર્ડ કાર્યાલયના સહાયક આયુક્ત કિરણ દિઘાવકરે આપી હતી. અન્ય દર્દીઓમાં કોરોનાગ્રસ્તોના નજીકથી સંપર્કમાં આવેલા લોકોનો સમાવેશ છે. 

માટુંગા લેબર કેમ્પમાં ઘણાં દર્દીઓ : ધારાવીનો જ એક ભાગ એવા માટુંગા લેબર કેમ્પમાં મહાપાલિકાના શ્રમિકોની મોટી કોલોની છે. અહીં દરરોજ મોટા પ્રમાણમાં દર્દીઓ મળી રહ્યા છે. અત્યાર સુધી આ ભાગમાંથી ૧૮૬ દર્દીઓ મળ્યા છે. એ સાથે જ કુંભારવાડા, કુંચી કુર્વે નગર, મુકુંદ નગર, રાજીવ ગાંધી નગર જેવી ૧૭ કોલોનીઓમાં મોટી સંખ્યામાં દર્દીઓ મળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...