તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:રાજ્યમાં 74.93 ટકા લોકોને રસીનો બીજો ડોઝ લેવાનું બાકી

મુંબઇ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2,55,20,573 નાગરિકોએ પહેલો ડોઝ લઈ લીધો છે

કોરોના વિરુદ્ધ લડાઈમાં મુખ્ય અસ્ત્ર રસીકરણમાં રાજ્યની બીજા ડોઝની પ્રતીક્ષા વધુ હોવાનું જણાય છે. શુક્રવાર સુધી 2,55,20,573 કરોડ નાગરિકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો છે. 25.07 ટકા નાગરિકોએ બંને ડોઝ લીધા છે, જ્યારે 74.93ટકા નાગરિકોએ બીજો ડોઝ લેવાનો બાકી છે. 18થી 44 વયવર્ષમાં વિલંબથી શરૂ થયેલું રસીકરણ, અમુક ઠેકાણે રસીની ઉપલબ્ધતામાં ટેક્નિકલ અડચણો, કોરોનાને લીધે રસી લેવા માટે થયેલો વિલંબ, રસીકરણનું બદલાયેલું ધોરણ જેવાં વિવિધ કારણોને કારણે સર્વ વયજૂથમાં બંને ડોઝ લેવાનો ઉદ્દેશ સાધ્ય થયો નથી.

આરોગ્ય વિભાગે આપેલી આંકડાવારી અનુસાર 12,19,899 આરોગ્ય કર્મચારીઓએ રસીનો પહેલો ડોઝ લીધો છે. તેમાંથી 35.90 ટકાનો બીજો ડોઝ લેવાનું બાકીછે.19,42,639 ફ્રન્ટલાઈન કર્મચારીઓએ રસીનો પહેલો ડોઝ લીધો હોઈ તેમાંથી 57.69 ટકા કર્મચારીઓએ બીજો ડોઝ લેવાનું બાકી છે.

બંને ડોઝ લીધેલા નાગરિકો
મુંબઈમાં 40,79,739 નાગરિકોએ બંને ડોઝ લીધા છે. થાણેમાં 19,41,896, પુણેમાં 33,44,567, નાગપુરમાં 13,49,034, કોલ્હાપુરમાં 12,36,518, નાશિકમાં 10,90,974 નાગરિકોએ બંને ડોઝ લીધા છે. રાજ્યમાં 2,11,26,400 નાગરિકોએ કોવિશિલ્ડ, 34,77,200 નાગરિકોએ કોવેક્સિન રસી લીધી છે.

અન્ય સમાચારો પણ છે...