ભાસ્કર વિશેષ:જીવન રક્ષા મિશન હેઠળ 74 જણનાં જીવ બચાવ્યા

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • RPFએ ઓપરેશન માતૃશક્તિ હેઠળ 10 ગર્ભવતી સ્ત્રીઓને સહાય પૂરી પાડી

રેલવે પ્રોટેકશન ફોર્સ (આરપીએફ) દ્વારા 2022માં પ્રવાસીઓની રક્ષા સાથે રેલવેની મિલકત, પ્રવાસી વિસ્તારો તેમની સાથે સંકલાયેલી બાબતોમાં નોંધપાત્ર કામગીરી બજાવી છે. ખાસ કરીને ઉતાવળમાં ચાલતી ટ્રેન પકડવા જતાં પડી જવું અથવા દોડતી ટ્રેન નીચે આત્મહત્યાનો પ્રવાસ કરવા જેવી ઘટનાઓમાં આરપીએફ દ્વારા માર્ચ 2022 મહિનામાં જીવન રક્ષા મિશન હેઠળ 50 પુરુષ અને 24 મહિલા સહિત 74 પ્રવાસીના જીવ બચાવી લેવામાં આવ્યા છે.

વર્ષ દરમિયાન 178 પ્રવાસીના જીવ બચાવી લેવાયા છે.ઓપરેશન નન્હે ફરિશ્તે હેઠળ માર્ચ 2022માં વિવિધ કારણોસર પરિવારથી ગુમ અથવા અલગ થઈ ગયેલા 954 છોકરા અને 466 છોકરી સાથે 1420 બાળકોને ઉગારી લેવાયાં છે. આ જ રીતે માર્ચ 2022 સુધી આખા વર્ષમાં 2442 છોકરા અને 1179 છોકરીઓ સહિત 3621 બાળકોને ઉગારી લેવાયા છે.

ઓપરેશન માતૃશક્તિ હેઠળ માર્ચ 2022માં 10 મહિલાઓને પ્રવાસ દરમિયાન પ્રસૂતિની પીડા ઊપડતાં પ્રસૂતિમાં સહાય કરવામાં આવી છે. માર્ચ 2022 સુધી આખા વર્ષમાં 26 આવી મહિલાઓને સહાય કરવામાં આવી છે. ઓપરેશન અમાનત હેઠળ માર્ચ 2022માં રૂ. 3.41 કરોડની પ્રવાસીઓ દ્વારા ટ્રેન અથવા સ્ટેશન પર ભુલાયેલી વસ્તુઓ પાછી મેળવા આપી છે. માર્ચ 2022 સુધી આખા વર્ષમાં રૂ. 9.15 કરોડ મૂલ્યની 5337 વસ્તુઓ પાછી મેળવી અપાઈ છે.

રેલવે ટ્રેનમાં માર્ચ 2022માં ડ્રગ્સની હેરાફેરી કરનારા 91 જણની ધરપકડ કરીને રૂ. 3.12 કરોડનું ડ્રગ્સ જપ્ત કરાયું છે, જ્યારે માર્ચ 2022 સુધી આખા વર્ષમાં 245 જણ પાસેથી રૂ. 9.97 કરોડનું ડ્રગ્સ પકડી પાડ્યું છે.

તરછોડાયેલાને સહાય
તરછોડાયેલા, નિઃસહાય, માનસિક અસ્થિર, કબૂતરબાજીનો ભોગ બનેલા પુખ્તોને ઓપરેશન ડિગ્નિટી હેઠળ બચાવવાનું અને તેમને જરૂરી મદદ કરવાનું કામ પણ આરપીએફ દ્વારા કરાય છે. આવા લોકોનું તેમના પરિવાર સાથે પુનઃમિલન કરાવાય છે અથવા તેમને એનજીઓ સાથે સહયોગમાં આશ્રયઘરમાં મોકલી અપાય છે. માર્ચ સુધી 331 પુરુષ અને 431 મહિલા સહિત આવા 762 પુખ્તોને સહાય કરવામાં આવી હતી.

ટ્રેનમાં પક્ષીઓની દાણચોરી
આરપીએફ દ્વારા ટ્રેનોમાં પક્ષીઓની કરાતી દાણચોરી પર પણ બાજનજર રાખવામાં આવે છે. ઉપરાંત જંગલના લાકડા તોડીને ટ્રેનોમાંથી દાણચોરીથી લઈ જનાર સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. માર્ચ 2022માં આવા 19 કેસ પકડાયા હતા, જેમાં ડ્રાઈડ સી હોર્સ, પેરેકીટ્સ, વોટર બર્ડસ વગેરે જેવાં પક્ષીઓને હસ્તક લઈ 17 જણની ધરપકડ કરવામાં આવી છે. આ પછી પક્ષીઓ સંબંધિત પ્રશાસનને સોંપવામાં આવ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...