તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વીજળી વેરણ:ચંદ્રપુરમાં ધુમાડાના કારણે એક જ કુટુંબના 7ના મૃત્યુ

મુંબઈ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વીજળી જતાં ચાલુ કરેલ જનરેટર મોત લાવ્યું

ચંદ્રપુર જિલ્લાના દુર્ગાપુર ભાગમાં વીજળી વેરણ થવી એક કુટુંબ પર વીજળી ત્રાટકવા જેવું સાબિત થયું હતું. વીજળી જતા રહેતા જનરેટર ચાલુ કરવામાં આવ્યું હતું જેના ધુમાડાથી આખુ કુટુંબ ગુંગળાઈને મૃત્યુ પામ્યું હતું.

મૃતકોમાં દુર્ગાપુરના કોન્ટ્રેકટર રમેશ લશ્કર (45), અજય લશ્કર (21), દાસુ લશ્કર (40), લખન લશ્કર (10), કૃષ્ણા લશ્કર (8), પૂજા લશ્કર (14) અને માધુરી લશ્કર (20)નો સમાવેશ છે. રાતના સુમારે થયેલી આ દુર્ઘટનામાં કુટુંબના સાત જણ બેહોશ થઈ ગયા હતા. લશ્કર કુટુંબના ઘરમાંથી નીકળતો ધુમાડો જોઈને પડોશીઓને કંઈક અજુગતુ બન્યું હોવાનો ડર લાગ્યો હતો. દરવાજો ખખડાવતા કોઈએ ખોલ્યો નહીં તેથી દરવાજો તોડી નાખવામાં આવ્યો. ઘરની અંદર કુટુંબના સાત જણ બેહોશ પડેલા દેખાયા હતા. આ બધાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે 6 જણન મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા. દાસુ લશ્કરનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

અન્ય સમાચારો પણ છે...