મેટ્રો:મેટ્રો-3નું ચર્ચગેટથી હુતાત્મા ચોક સુધી 648 મીટર લાંબુ અંડરગ્રાઉન્ડ કામ પૂરું

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોલાબા-બાન્દરા-સીપ્ઝ મેટ્રો-3નું કામ ઝડપથી થઈ રહ્યું છે. લોકડાઉન હળવો થતા જ આ કામમાં ઘણી ઝડપ આવી છએ. આ મેટ્રો રૂટનું ચર્ચગેટથી હુતાત્મા ચોક સુધી 648 મીટર લાંબા અંડરગ્રાઉન્ડ કામના 34મા તબક્કાનું કામ પૂરું કરવામાં આવ્યું હતું. 506 રિંગ્ઝની મદદથી 292 દિવસમાં અપ લાઈન માર્ગનું કામ પૂરું કરવામાં આવ્યું છે. સૂર્યા-1 નામના ટનલ બોરીંગ મશીન દ્વારા આ અંડરગ્રાઉન્ડ કામ પૂરું કરવામાં આવ્યું એવી માહિતી મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન તરફથી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...