પ્રવાસીઓની સંખ્યા:ડિસેમ્બર માસમાં 63 લાખ પ્રવાસીઓ મુંબઈ આવ્યાં, મઘ્ય રેલવે દ્વારા સૌથી વધુ પ્રવાસીઓનું પરિવહન

મુંબઈ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

પ્રતિબંધો હળવા થયા હોવાથી મેલ, એક્સપ્રેસ ટ્રેનથી મુંબઈની બહાર જનારા અને આવનારા પ્રવાસીઓની સંખ્યા વધી છે. ડિસેમ્બર 2021માં 63 લાખ પ્રવાસીઓ એક્સપ્રેસ ટ્રેનથી મુંબઈ શહેરમાં આવ્યા હતા. ડિસેમ્બરમાં પાછા ફરનારાઓની સંખ્યા સૌથી વધુ છે. મુંબઈમાં આવેલા પ્રવાસીઓમાંથી સૌથી વધુ પ્રવાસી મધ્ય રેલવે દ્વારા આવ્યા છે જેનો આંકડો 42 લાખ છે એવી માહિતી મધ્ય રેલવે તરફથી આપવામાં આવી હતી. એમાં શક્ય એટલા પ્રવાસીઓને કોરોના ટેસ્ટ કરવાની હાકલ મુંબઈ સહિત બીજી મહાપાલિકાઓએ કરી હતી.

કોરોનાની બીજી લહેર ઓસરી જતા રાજ્ય સરકાર તરફથી અનેક પ્રતિબંધો હળવા કરવામાં આવ્યા હતા. તેથી નવેમ્બર અને ડિસેમ્બરમાં શહેરની બહાર જનારાઓની સંખ્યા વધારે હતી. મઘ્ય રેલવેએ આપેલી માહિતી અનુસાર ડિસેમ્બર 2021માં 39 લાખ પ્રવાસીઓ મુંબઈ શહેરની બહાર ગયા હતા. 42 લાખ પ્રવાસીઓ મુંબઈમાં પાછા આવ્યા હતા. રાજ્યના ખૂણેખાંચરે સહિત ઉતર ભારત માટે અને ત્યાંથી પ્રવાસ કરનારા પ્રવાસીઓની સંખ્યા વધુ છે.

પશ્ચિમ રેલવેએ આપેલી માહિતી અનુસાર ડિસેમ્બર 2021માં 20 લાખ 89 હજાર 632 વ્યક્તિ મેલ,એક્સપ્રસથી મુંબઈની બહાર પ્રવાસ કર્યો છે. 21 લાખ 83 હજાર 373 પ્રવાસીઓ મુંબઈ પાછા આવ્યાની માહિતી આપવામાં આવી હતી. મધ્ય રેલવેના સીએસએમટી, એલટીટી, દાદર, પનવેલ સુધી અને પશ્ચિમ રેલવેમાં મુંબઈ સેંટ્રલ, બાન્દરા ટર્મિનસ, વસઈ સ્ટેશનમાં ઉતરનારા પ્રવાસીઓએ કોરોના ટેસ્ટ માટે લાઈનમાં ઊભા રહેવા પડતું હોવાથી પ્રવાસીઓનો ઘણો સમય વેડફાય છે.

અન્ય સમાચારો પણ છે...