ભાસ્કર વિશેષ:‘ઓલિવ રીડલી’ના 61 ઈંડાં મળી આવ્યાં

મુંબઈ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેત્યે સમુદ્રકિનારેથી કાચબામિત્રો દ્વારા સુરક્ષિત ઠેકાણે સંવર્ધન

લંબાઈ ગયેલ વરસાદ, પ્રતિકૂળ હવામાનના કારણે ઓલિવ રીડલી પ્રજાતિના કાચબા દર વર્ષની જેમ આ વર્ષે ઈંડા મૂકવા દેવરુખ તાલુકાના દરિયાકિનારે આવશે કે નહીં એ બાબતે બધાને ઉત્સુકતા હતી. ત્યારે વેત્યે ખાતે દરિયાકિનારે કાચબાના 61 ઈંડા મળી આવ્યા છે.

દરિયાકિનારે ચાલતા સમયે કાચબામિત્ર ગોકુલ જાધવને આ ઈંડા દેખાયા હતા. તેણે વન વિભાગના માર્ગદર્શન હેઠળ કિનારે યોગ્ય પદ્ધતિથી એનું સંવર્ધન કર્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી તાલુકાના પશ્ચિમ દરિયાકિનારાના ભાગમાં ઓલિવ રીડલી પ્રજાતિના કાચબાના ઈંડા મળી આવે છે. જોકે છેલ્લા થોડા મહિનામાં પર્યાવરણમાં થયેલા પ્રતિકૂળ ફેરફારની અસર થવાથી દરિયાકિનારાની રેતીમાં ઈંડા મૂકવા આવતા ઓલિવ રીડલી પ્રજાતિના કાચબાનું આગમન આ વર્ષે ઠેલાશે કે શું એ બાબતે ઉત્સુકતા હતી. પણ આ મહિનાના પહેલા અઠવાડિયામાં દર વર્ષે પ્રમાણે કાચબા ઈંડા મૂકવા માટે વેત્યેના કિનારે આવ્યા છે.

વેત્યે સમુદ્રકિનારે પરોઢના સમયે આંટો મારવા નીકળેલા કાચબામિત્ર જાધવને કાચબાના ઈંડા દેખાયા હતા. તેણે આ બાબતે તત્કાળ રાજાપુર વનવિભાગના વનપાલ સદાનંદ ઘાટગે, સાગર ગોસાવી વગેરે સાથે સંપર્ક સાધીને માહિતી આપી હતી. એ પછી કિનારા પરના વન્યપ્રાણીઓ અને જંગલી પ્રાણીઓથી આ ઈંડાઓનું રક્ષણ કરવાની દષ્ટિએ વનવિભાગના માર્ગદર્શન હેઠળ ઈંડાઓનું સુરક્ષિત ઠેકાણે સંવર્ધન કરવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...