તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૌશલ્યની માગ:60 ટકા કંપનીઓ નવી ભરતી માટે કુશળ કર્મચારીઓની શોધમાં : સરવે

મુંબઇ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગતવર્ષે મોટાપાયે છટણી તેમજ બેરોજગારીમાં વધારા બાદ આ વર્ષે 60 ટકા કંપનીઓ નવી ભરતી કરવા તૈયાર છે. રિક્રુટમેન્ટ મેનેજર્સે 2021માં ભરતી પ્રક્રિયા પ્રિ-કોવિડના સ્તરે પરત ફરવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે. તેઓ નવી ભરતી માટે કુશળ કર્મચારીઓની શોધમાં છે.

મર્સર મેટલના સીઈઓ સિદ્ધાર્થ ગુપ્તાએ જણાવ્યુ હતુ કે, મહામારીના લીધે છેલ્લા 14 માસમાં ભરતી પ્રક્રિયાનુ વલણ બદલાયુ છે. આ રિપોર્ટ 2021માં ઈનોવેટિવ વલણ અપનાવવા ઈન્ડસ્ટ્રી લીડર્સને પ્રોત્સાહન આપશે. રિપોર્ટમાં એજ્યુકેશન, ફાઈનાન્સિયલ, બિઝનેસ સર્વિસિઝ, હેલ્થ, હોસ્પિટાલિટી, આઈટી, ઈલેક્ટ્રિકલ, અને ઈલેક્ટ્રોનિક્સ સહિત 500 કંપનીઓના એચઆર લીડર્સને સમાવિષ્ટ કરવામાં આવ્યા હતા.

સર્વે માર્ચ મધ્યથી મેના મધ્ય દરમિયાન હાથ ધરાયો હતો. 53% કંપનીઓ પ્રોડક્ટ અને ટેક્નોલોજી સંબંધિત ભૂમિકા માટે ભરતી કરી રહ્યા છે. જ્યારે 39.42% લોકો ઓપરેશન્સ અને 39 ટકા સેલ્સ રોલ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરી છે. 2021માં રોજગારની સમાન તકો ઉભી થવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...