કોરોના અપડેટ:મુંબઈમાં 4 સાથે મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના વધુ છ નવા કેસ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 4 દર્દી એરપોર્ટ ખાતે તપાસ વખતે મળી આવ્યા

મુંબઈમાં ચાર સહિત મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના વધુ છ નવા કેસ નોંધાયા છે. મુંબઈ એરપોર્ટપૃ પર સર્વેલન્સ દરમિયાન ચાર દર્દી મળી આવ્યા છે. એક પિંપરી ચિંચવડ મહાપાલિકા વિસ્તાર અને અન્ય એક પુણે ગ્રામીણમાંથી મળી આવ્યો છે, જેને લઈ મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના દર્દીની સંખ્યા 54 થઈ છે.

ઔરંગાબાદની 21 વર્ષીય મહિલા 14 ડિસેમ્બરે યુનાઈટેડ કિંગડમથી મુંબઈ આવી હતી. તેને કોવિડ હોવાનું જણાતાં નમૂના જેનોમ સિક્વન્સિંગ માટે મોકલાયા હતા. નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાઈરોલોજી દ્વારા રવિવારે તેનો રિપોર્ટ પોઝિટિવ હોવાનું જણાવ્યું હતું. તેણે કોવિડની રસીના બંને ફાઈઝરના ડોઝ લીધા હતા. બીજા કિસ્સામાં 14 ડિસેમ્બરે યુનાઈટેડ કિંગડમથી આવેલા દમણના 41 વર્ષીય રહેવાસીને પણ ઓમિક્રોન હોવાનું નિદાન થયું છે. તેણે પણ કોવિડની રસીના એસ્ટ્રાઝેનેકાના બે ડોઝ લીધા છે.

14 ડિસેમ્બરે જ કર્ણાટકથી આવેલા 57 વર્ષીય પુરુષને ઓમિક્રોન હોવાનું નિદાન થયું છે. તેણે કોવિશિલ્ડના બંને ડોઝ લીધા હતા. 38 વર્ષીય મહિલા પણ 14 ડિસેમ્બરે તાન્ઝાનિયાથી આવી હતી તેને ઓમિક્રોન લાગુ થયો છે. તેણે પણ કોવિશિલ્ડના બંને ડોઝ લીધા હતા. આ ચારેયને સાવચેતી ખાતર હોસ્પિટલમાં દાખલ કરાયાં છે. મહારાષ્ટ્રમાં દર્દીની સંખ્યા 54 થઈ છે, જેમાંથી કોઈ ગંભીર નથી. 18 ડિસેમ્બર સુધી 9477 પ્રવાસી વિવિધ દેશમાંથી આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...