તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:કોરોનાના કપરા સમયમાં પણ મુંબઈમાં દસ દિવસમાં 6 હત્યા

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કોરોનાનો ગ્રાફ નીચે ઉતરતો તો ગુનાઓનો ગ્રાફ ઉપર ચઢતો થયો

કોરોનાનું સંકટ અને એના કારણે લાગુ કરવામાં આવેલ લોકડાઉનના લીધે થોડા પ્રમાણમાં નિયંત્રણમાં આવેલા ગુનાઓ ફરીથી વધી રહ્યા છે. મુંબઈમાં છેલ્લા 10-12 દિવસમાં હત્યાની 6 ઘટનાઓ બની છે. ગોવંડીના શિવાજીનગરમાં 2, અંધેરી ડી.એન.નગર, કુરાર, કાંદીવલી સમતાનગર, બાન્દરા-કુર્લા કોમ્પ્લેક્સ દરેકમાં એક હત્યાની ઘટના બની છે. કાંદીવલીના પોઈસર ભાગમાં ચરિત્ર પર શંકા આવવાથી પતિ મહેશ સોનીએ પત્નીની હત્યા કરી હતી. પત્નીના લગ્નેતર સંબંધ હોવાનો એને શક હતો. એના પરથી બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા.

મહેશ એની પત્ની પર હાથ પણ ઉગામતો હતો. આ બાબતે હત્યાનો ગુનો દાખલ કરીને કુરાર પોલીસે મહેશની ધરપકડ કરી હતી. અંધેરી પશ્ચિમમાં શ્રીકૃષ્ણ વેલફેર સોસાયટીમાં રહેતા શિવશંકર ધનગરનો એ જ પરિસરમાં રહેતા એક યુવક સાથે વિવાદ થયો હતો. આ યુવાન શિવશંકરને ગાળો ભાંડતો હતો. ગાળો શા માટે આપે છે એમ પૂછવા ગયેલા શિવશંકરને યુવકે લાતો મારી હતી. એના લીધે શિવશંકરનું મૃત્યુ થયું હતું. કાંદીવલીના સમતાનગરમાં 17 વર્ષના એક કિશોરની હત્યા કરવામાં આવી હતી.

ગોવંડીના શિવાજીનગર પરિસરની ઝૂપડપટ્ટીમાં 7 મેના બહેન અને બનેવી વચ્ચે થયેલા ઝઘડામાં મધ્યસ્થી કરવા ગયેલા યુવકની બનેવીએ ચાકુના વાર કરીને હત્યા કરી હતી. 11 મેના બૈંગનવાડી ભાગમાં મહેન્દ્ર લાડ (42)ની માથા પર ભારે વસ્તુ ઝીંકીને અજ્ઞાત વ્યક્તિએ હત્યા કરી હતી. બીકેસીમાં એમટીએનએલ કાર્યાલય નજીક એક અજ્ઞાત મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મહિલા સાથે દુષ્કર્મ કરીને એનું ગળું ચીરીને એની હત્યા કરવામાં આવી એવો શક પોલીસે વ્યક્ત કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...