તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પુલ બાંધવાનો નિર્ણય:ટ્રાફિક જામની સમસ્યા ઉકેલવા પશ્ચિમના ઉપનગરોમાં 6 પુલ બાંધવામાં આવશે

મુંબઈ17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પર્યાવરણ સાથે સંબંધિત પરવાનગીઓ લીધા પછી કામ શરૂ કરવામાં આવશે

પશ્ચિમના ઉપનગરોના વિવિધ ભાગોમાં મોટા પ્રમાણમાં થતા ટ્રાફિક જામની સમસ્યા ઉકેલવા મહાપાલિકાએ વિવિધ ઠેકાણે 6 પુલ બાંધવાનું નક્કી કર્યું છે. આ પ્રસ્તાવિત પુલોમાં વર્સોવા ખાડી, માર્વે-મનોરી, ઓશિવરા નદી ઈન્ફિનિટી મોલ, માર્વે રોડ, મલાડ ખાડી તેમ જ માલવણી ખાતેના રામચંદ્ર નાળા પર પુલ બાંધવામાં આવશે. આ પુલો બાંધવા માટે પર્યાવરણ સાથે સંબંધિત પરવાનગીઓ લીધા પછી કામ શરૂ કરવામાં આવશે.

મુંબઈ મહાપાલિકાએ ટ્રાફિક જામની સમસ્યા ધ્યાનમાં લેતા પુલ બાંધવાનો નિર્ણય લીધો છે. પણ એ માટે 6 વિવિધ વિભાગોની પરવાનગી જરૂરી છે. એમાં વન મંત્રાલય, પર્યાવરણ સાથે સંબંધિત પરવાનગીઓ અપેક્ષિત હોવાથી એના માટે સલાહકારની પસંદગી કરવામાં આવી છે.

સલાહકારની જવાબદારી
આ પુલ બાંધવા બાબતે નિમવામાં આવનાર સલાહકાર તરફથી પર્યાવરણનો અભ્યાસ કરવામાં આવશે. ઉપરાંત પર્યાવરમ અને વન મંત્રાલય સહિત અન્ય સરકારી યંત્રણા પાસેથી કામની મંજૂરી લેવામાં આવશે. ભારતીય સાગર મંડળ, ભારતીય વન વિભાગ, મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેંટ પ્રાધિકરણ, સંરક્ષણ વિભાગ સહિત સંલગ્ન વિભાગની મંજૂરી પણ તેણે મેળવવાની રહેશે.

મઢ-વર્સોવા પુલથી રાહત મળશે
મલાડ પશ્ચિના સમુદ્રકિનારે વસેલું મઢ અને અંધેરીનો વર્સોવા ભાગ જોડવા માટે અત્યારે બોટથી પરિવહન થાય છે. આ જળ પરિવહન સાથે મઢથી વર્સોવા પુલ બાંધવામાં આવશે. આ વૈકલ્પિક વ્યવસ્થાથી બંને ભાગના સ્થાનિક લોકો, વિદ્યાર્થીઓ, વ્યવસાયિકોને રાહત મળશે. મઢથી વાહન દ્વારા અંધેરીની કૂપર હોસ્પિટલ કે અન્ય હોસ્પિટલમાં પહોંચતા ઘણો સમય લાગે છે. આ પુલ બંધાઈ જશે એટલે પરિવહનની સમસ્યાનો અંત આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો