કાર્યવાહી:કમ્પાઉન્ડર હોવા છતાં તબીબી પ્રેક્ટિસ કરતા 6 લોકોની ધરપકડ

મુંબઈ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગોરેગાવમાં 5 બનાવટી ડોકટરોની ધરપકડઃ એક મહિલાનો પણ સમાવેશ

મુંબઈમાં ડોકટરોની ગેરહાજરીમાં દર્દીઓની સારવાર કરીને દવા આપતા કમ્પાઉન્ડરો પર કાર્યવાહી કરવામાં આવી હતી. તેમ જ જરૂરી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ ન હોવા છતાં દર્દીઓ પર એલોપેથીની સારવાર કરનારા 5 જણની ગોરેગાવમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

ગોરેગાવ પોલીસ સ્ટેશનની હદમાં પ્રેમનગર પરિસરમાં 6 જણ ડોકટર ન હોવા છતાં મેડિકલ વ્યવસાય કરતા હોવાની માહિતી ગુના શાખા યુનિટ-10ને મળી હતી. એ અનુસાર ટીમે ખાતરી કરીને મહાપાલિકાના મેડિકલ અધિકારીઓને સાથે લઈને 6 ક્લિનિક પર દરોડો પાડ્યો હતો. ડો. મુકેશ યાદવની ક્લિનિકમાં કમ્પાઉન્ડર તરીકે કામ કરનારા ઈબ્રાર સૈયદ(24) દર્દીઓની સારવાર કરતો રંગેહાથ પકડાયો હતો.

તેમ જ સર્વેશ યાદવ (31), ડો. છોટેલાલ યાદવ (33), ડો. ઓમપ્રકાશ યાદવ (45), ડો. સપના યાદવ (29) એલોપેથીક સારવાર કરતા પકડાયા હતા. આ પાંચેય જણ પાસે જરૂરી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટની માગણી કરવામાં આવી ત્યારે એ તેમની પાસે નહોતું.

6 ક્લિનિકમાંથી સ્ટેથોસ્કોપ, ઈંજેક્શન, સીરપ સેટ, સીરિંજ, રબર સ્ટેમ્પ સહિત પ્રિસ્ક્રિપ્શન બુક અને બીજા કાગળપત્રો જપ્ત કરવામાં આવ્યા હતા. પોલીસે વિવિધ વસ્તુઓ જપ્ત કરીને મહારાષ્ટ્ર મેડિકલ પ્રેકટિશનર્સ કાયદા અંતર્ગત આરોપીઓ પર કલમ 33 અને 36 અન્વયે ગુનો દાખલ કર્યો હતો. વધુ કાર્યવાહી માટે આ બધાને ગોરેગાવ પોલીસના તાબામાં આપવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...