તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:અઢી વર્ષમાં મધ્ય રેલવેમાં ફટકા ગેંગ દ્વારા 590 ગુના

મુંબઈ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ ગુનો ઓકટોબર 2020માં નોંધાયો હતો

લોકલ અથવા મેલ-એક્સપ્રેસના દરવાજા નજીક ઊભા રહેલા પ્રવાસીના હાથ પર ફટકો મારીને મોબાઈલ, બેગ લુટનારા ફટકા ગેંગને અંકુશમાં લાવવામાં મધ્ય રેલવે પોલીસ નિષ્ફળ ગઈ છે. 2019થી અત્યાર સુધી 590 ગુનાઓમાં મધ્ય રેલવે મુંબઈ વિભાગમાં બન્યા છે જેમાંથી ફક્ત 50 ગુનાઓની તપાસમાં રેલવે સુરક્ષા દળ અને રેલવે પોલીસને સફળતા મળી છે. એમાં 66 જણની ધરપકડ કરવામાં આવ્યાની માહિતી મધ્ય રેલવે સુરક્ષા દળે આપી હતી.

લોકલ અથવા મેલ-એક્સપ્રેસના દરવાજામાં ઊભા રહીને મોબાઈલ પર વાત કરવાની અનેક જણને આદત હોય છે. કેટલાક પ્રવાસીઓ ખભે બેગ લટકાવીને દરવાજા પર ઊભા રહે છે. એના પર નજર રાખીને પાટા નજીકના થાંભલા અથવા ઝાડીઓમાં છુપાઈને બેઠેલા ચોર પ્રવાસીના હાથ પર લોખંડનો સળિયો કે લાકડાથી ફટકો મારે છે. એના લીધે પ્રવાસીના હાથમાંની વસ્તુ નીચે પડી જાય છે અને એ ઉઠાવીને ચોર છુમંતર થઈ જાય છે. આવી ઘટના પ્રવાસીઓના જીવ માટે જોખમકારક બને છે. મધ્ય રેલવેના મુંબઈ વિભાગમાં 2019માં ફટકા ગેંગ વિરુદ્ધ સૌથી વધુ 513 ગુના દાખલ થયા છે જેમાંથી 40 ગુનામાં તપાસ કરવામાં રેલવે પોલીસ અને રેલવે સુરક્ષા દળને સફળતા મળી છે.

અન્ય સમાચારો પણ છે...