તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:કોરોનાના સમય દરમિયાન 534 લાચખોરોની ધરપકડ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમગ્ર રાજ્યમાં આ વર્ષે ઔરંગાબાદ ટોચ પર

કોરોના વાયરસની એક પછી એક લહેર ચાલુ છે અને એ અનુસાર પ્રતિબંધો લાદવામાં આવી રહ્યા છે. કોરોનાનું સંક્રમણ અંકુશમાં લાવવા સરકારી યંત્રણા અને આરોગ્ય યંત્રણાને સફળતા મળી રહી છે ત્યારે બીજી તરફ આવા સમયમાં પણ લાંચખોરીની લહેર ઓસરવાનું નામ લેતી નથી. 2020ની સરખામણીએ આ વર્ષે પહેલા છ મહિનામાં એન્ટિ કરપ્શન બ્યુરોએ ગોઠવેલા છટકામાં 31 ટકાનો વધારો થયો છે. જાન્યુઆરીથી જૂન સુધીના સમયગાળામાં 534 લાચખોરોની ધરપકડ કરવામાં આવી છે.

માર્ચ 2020માં કોરોના વાયરસનું સંક્રમણ શરૂ થતા જ મુંબઈ, મહારાષ્ટ્ર સહિત દેશમાં સખત લોકડાઉન લાગુ કરવામાં આવ્યું. ખાનગી કાર્યાલયો પ્રમાણે સરકારી કાર્યાલયોમાં કર્મચારીઓની ઉપસ્થિતિ પર બંધનો લાદવામાં આવ્યા. એની અસર તમામ ક્ષેત્રો સાથે જ લાંચખોરી પર પણ દેખાઈ. સરકારી ખાતાઓમાં રોજિંદા કામકાજ રખડી પડવાથી લાંચખોરી ઓછી થઈ. 2020માં જાન્યુઆરીથી જૂનના છ મહિનામાં 296 છટકા ગોઠવવામાં આવ્યા હતા. એમાં રાજ્યમાં 414 લાચખોરો સપડાયા હતા. પહેલી લહેર ઓસર્યા બાદ સખત પ્રતિબંધો ધીમે ધીમે હળવા કરવામાં આવ્યા.

ઔરંગાબાદ ટોચ પર
લાચખોરીના દર વર્ષના આંકડાઓ જોઈએ તો સામાન્ય રીતે મુંબઈ કે પુણે શહેર ટોચ પર હોય છે. પણ આ વર્ષે પહેલા છ મહિનાના આંકડાઓ અનુસાર ઔરંગાબાદ વિભાગ ટોચ પર છે. ઔરંગાબાદમાં સૌથી વધુ છટકા ગોઠવવામાં આવ્યા હતા જેમાં 109 લાચખોરોની ધરપકડ થઈ હતી. એ પછીના ક્રમે પુણે વિભાગમાં 78 ગુનાઓમાં 105, ત્રીજા ક્રમે નાશિક જિલ્લામાં 67 છટકાઓમાં 89 લાચખોરોને પકડવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...