તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:507 કરોડની 78 સેમી એસી લોકલ દોડાવાશે

મુંબઈ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 12 ડબ્બાની એસી લોકલમાં 5000 કરતા વધુ પ્રવાસીઓની ક્ષમતા છે

એસી લોકલનું ન પરવડતું ભાડું, સામાન્ય લોકલ પર આવતી મર્યાદાને જોતા મુંબઈ ઉપનગરીય રેલવે માર્ગ પર છેલ્લા બે વર્ષથી સેમી એસી લોકલના પ્રયોગની ચર્ચાઓ થઈ રહી છે. પણ હવે અર્ધવાતાનુકૂલિત એટલે કે સેમી એસી લોકલ દોડાવવા પર મંજૂરીની મહોર મારવામાં આવી છે. તાજેતરમાં રજૂ થયેલા કેન્દ્રિય બજેટમાં મુંબઈ માટે રૂ. 507 કરોડની 78 સેમી એસી લોકલની ઘોષણા કરવામાં આવી છે. તેથી આ લોકલ દોડાવવાનો માર્ગ ખુલ્લો થયો છે.

25 ડિસેમ્બર 2017ના પશ્ચિમ રેલવેમાં પહેલી એસી લોકલ દોડી હતી. 12 ડબ્બાની એસી લોકલમાં 5000 કરતા વધુ પ્રવાસીઓની ક્ષમતા છે. આ લોકલ સેવામાં આવતા જ સામાન્ય લોકલની 12 ફેરીઓ રદ કરવામાં આવી હતી. તેથી પ્રવાસીઓમાં થોડી નારાજગી ફેલાઈ હતી. એસી લોકલની ટિકિટ પણ મોંઘી હોવાથી પ્રવાસીઓએ એના તરફ પીઠ ફેરવી. આખા દિવસમાં દોડતી 12 ફેરીઓમાંથી સવારે અને સાંજે ગિરદીના સમયે ત્રણથી ચાર ફેરીઓને જ સારો પ્રતિસાદ મ‌ળ્યો.

પ્રવાસીઓની નારાજગી જોતા 3 કે 6 ડબ્બા એસી અને બાકીના ડબ્બા નોન-એસી એવી 12 ડબ્બાની લોકલ મધ્ય અને પશ્ચિમ રેલવેમાં દોડાવવાની નવી સંકલ્પના રજૂ થઈ. એના પર ઘણી ચર્ચા થઈ. પણ આવો પ્રયોગ કરવામાં ટેકનિકલ અડચણ આવશે એવો ડર કેટલાક રેલવે અધિકારીઓએ વ્યક્ત કર્યો. સેમી એસી ડબ્બાઓ બંધ અને ખુલવામાં લાગનારો સમય, નોન-એસી ડબ્બામાંથી ઝટ ઉતરતા પ્રવાસીઓને લીધે લોકલ શરૂ કરતા ઘણી સતર્કતા રાખવી પડે. ઉપરાંત બંને પ્રકારના ડબ્બાઓનો તાલમેલ બેસાડતા ઓવરહેડ વાયર, મોટરકોચ સહિત અન્ય યંત્રણા પર પડનારો ભાર વગેરે જેવી ઘણી બાબતો હોવાનું સ્પષ્ટ કરવામાં આવ્યું. તેથી આ પ્રકલ્પ રખડી પડ્યો હતો.

હવે કેન્દ્રિય બજેટમાં 78 સેમી એસી લોકલ ટ્રેનોને મંજૂરી આપવામાં આવી છે અને એના માટે જોગવાઈ પણ કરવામાં આ‌વી છે. તેથી આ ટ્રેનો ચલાવવા પર મંજૂરીની મહોર લાગી છે. બજેટની જોગવાઈઓ પછી રેલવે તરફથી ફરીથી સર્વેક્ષણ સહિત અન્ય ટેસ્ટ થશે.

હાલ કાફલામાં 11 એસી લોકલ
અત્યારે પશ્ચિમ રેલવેના કાફલામાં 7 અને મધ્ય રેલવેના કાફલામાં 4 એસી લોકલ છે. કોરોનાના સમયમાં પશ્ચિમ રેલવેમાં 1 એસી લોકલ દોડતી હતી. મધ્ય રેલવેમાં 17 ડિસેમ્બરથી સીએસએમટીથી કલ્યાણ 1 લોકલ શરૂ કરવામાં આવી હતી. થાણેથી પનવેલ ટ્રાન્સહાર્બર લાઈનમાં 2020ની શરૂઆતમાં જ એસી લોકલ શરૂ કરવામાં આવી હતી પણ માર્ચના અંતથી લોકડાઉન લાગુ થયું અને આ સેવા બંધ થઈ. હજી પણ ટ્રાન્સહાર્બર લાઈનમાં એસી લોકલ શરૂ કરવામાં આવી નથી.

એસી લોકલનું શું?
અત્યારે 11 એસી લોકલ કાફલામાં છે. મુંબઈ રેલવે વિકાસ મહામંડળના એમયુટીપી-3 પ્રકલ્પ અંતર્ગત 47 એસી લોકલ દાખલ થવાની છે. એ બાબતે રેલવે બોર્ડ તરફથી હજી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ પ્રકલ્પને ડિસેમ્બર 2016માં મંજૂરી મળી હતી. એ પછી એમયુટીપી-3એ અંતર્ગત પણ 191 એસી લોકલ આવવાની છે. જોકે એના માટે થોડા વર્ષ રાહ જોવી પડશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો