તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:ગણેશોત્સવ સમન્વય સમિતિના 500 યોદ્ધા કોરોનાની લડાઈમાં

મુંબઈ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિવિધ પદ્ધતિથી દર્દીઓ અને શંકાસ્પદને માનસિક ટેકો આપવાનું કામ કરશે

કોરોનાના લડાઈમાં ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશોત્સવ સમન્વય સમિતિના 500 કોવિડ યોદ્ધાઓ સહભાગી થશે. એમાં કોરોના બાબતે જનજાગૃતિ સહિત ત્રીજી લહેર આવે તો યોગ, વ્યાયામ, સેનિટાઈઝેશન સહિત દર્દીઓ અને શંકાસ્પદ દર્દીઓને માનસિક ટેકો આપવાનું કામ કરવામાં આવશે. ગયા વર્ષે આ ઉપક્રમમાં હજારો લોકોને મદદ કરવામાં આવ્યાની માહિતી મુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સમન્વય સમિતિના અધ્યક્ષ એડવોકેટ નરેશ દહીબાવકરે આપી હતી.

ગણેશોત્સવને ઢૂંકડો આવ્યો છે ત્યારે અનેક મંડળો સહિત ઘરગથ્થુ ઉત્સવની તૈયારી શરૂ થઈ છે. જોકે મુંબઈમાં હજી પણ કોરોનાની અસર હોવાથી સરકાર અને મહાપાલિકાએ ગણેશોત્સવ માટે નિયમાવલી તૈયાર કરી હોવાથી જરૂરી તકેદારી લઈને જ ઉત્સવ ઉજવવાનો છે. મુંબઈગરાઓએ ગણેશોત્સવ સમિતિની ટાસ્કફોર્સ મદદ કરશે. દરેક વોર્ડમાં 20 જણની ટીમ સહયોગ માટે તૈનાત રાખવામાં આવશે. આ યુવકોને ઓળખપત્ર અને ડ્રેસ કોડ પણ આપવામાં આવશે. આ કામમાં સ્થાનિક લોકપ્રતિનિધી, યુવાનો અને ઈચ્છુકોનો પણ સહયોગ લેવામાં આવશે એવી માહિતી તેમણે આપી હતી.

આવી રીતે કામ થશે
કોરોનાને કારણે ઉદભવેલી નિરાશા દૂર કરવા ઓનલાઈન યોગ, વ્યાયામ પ્રશિક્ષણ આપવામાં આવશે. દર્દીઓ અને શંકાસ્પદ દર્દીઓના મનમાંથી ડર કાઢી નાખવા માનસિક ટેકો આપવામાં આવશે. મંડળોને ફોર્મ ભરવામાં મદદ કરવામાં આવશે. જરૂરિયાત અનુસાર સેનિટાઈઝેશન ઝુંબેશ કરવામાં આવશે. જનજાગૃતિ માટે પોસ્ટર્સ અને વિવિધ માધ્યમથી નાગરિકોનું કાઉન્સેલિંગ કરવામાં આવશે. આ કામમાં કોવિડ યોદ્ધાઓના આરોગ્યનું ધ્યાન સમન્વય સમિતિ રાખશે. દર્દીઓ અને શંકાસ્પદોને માર્ગદર્શન આપવું, હોસ્પિટલ, એમ્બ્યુલન્સ વધુ પડતું બિલ વસૂલે તો ન્યાય મેળવી આપવા જેવા કામ પણ કરવામાં આવશે. ખાસ વાત એટલે રાજ્ય સરકાર અને મહાપાલિકાએ તૈયૈર કરેલા નિયમોનું પાલન મંડળો કરે છે કે નહીં એના પર કોવિડ યોદ્ધાઓની નજર રહેશે.

અન્ય સમાચારો પણ છે...