તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Mumbai
  • 500 Cochlear Implant Operations Completed At KEM Hospital, This Operation Costing Millions Is Free At KEM Hospital

સારવાર:KEM હોસ્પિટલમાં 500 કોક્લિયર ઈમ્પ્લાન્ટ ઓપરેશન પરીપૂર્ણ થયા, લાખોના ખર્ચવાળું આ ઓપરેશન કેઈએમમાં મફત

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મુંબઈના કેઈએમ હોસ્પિટલના યશકલગીમાં વધુ એક પીંછુ ઉમેરાયું હતું. જન્મથી કર્ણબધીર બાળકો માટે અત્યંત ખર્ચાળ અને કોમ્પ્લિકેટેડ કોક્લિયર ઈમ્પ્લાન્ટ ઓપરેશન કરવામાં 500નો આંકડો આ હોસ્પિટલમાં પૂરો થયો છે. આ ઓપરેશન દ્વારા આધુનિક ઉપકરણોની મદદથી કંઈ જ સાંભળી ન શકતા બાળકોમાં પણ શ્રવણશક્તિ તૈયાર થાય છે. આટલી મોટી સંખ્યામાં આ પ્રકારના ઓપરેશન કરનાર મહાપાલિકાની કેઈએમ હોસ્પિટલ મુંબઈની પ્રથમ સરકારી હોસ્પિટલ છે એવો દાવો હોસ્પિટલ પ્રશાસન તરફથી કરવામાં આવ્યો છે.

આ ઓપરેશન દ્વારા લગાડવામા આવનાર અત્યાધુનિક મશીન ઘણું મોંઘુ છે. લગભગ રૂ. 3 થી 15 લાખ રૂપિયા એની કિંમત છે. વિદેશથી આ મશીન આયાત કરવું પડતું હોવાથી એની કિંમત વધે છે. તેથી અનેક એનજીઓની આર્થિક મદદથી કેઈએમ હોસ્પિટલે 500 ઓપરેશનનો તબક્કો પાર કર્યો છે એમ ઈએનટી વિભાગના પ્રમુખ ડો. હેતલ મારફતિયાએ જણાવ્યું હતું. એક વ્યક્તિને કોક્લિયર ઈમ્પ્લાન્ટ ઓપરેશન માટે રૂ. 6 થી 15 લાખનો ખર્ચ થાય છે.

પણ આ ઓપરેશન કેઈએમ હોસ્પિટલે મફત કરી હોવાથી જુદી જુદી ધર્માદાય સંસ્થાઓ અને એનજીઓની મદદથી તથા ક્રાઉડ ફન્ડિંગ કરીને આ શક્ય થયું હોવાનું હોસ્પિટલના ડીન હેમંત દેશમુખે જણાવ્યું હતું. કેઈએમ હોસ્પિટલમાં થયેલા ઓપરેશનમાં 10 ટકા લોકો જ પ્રૌઢ છે જેમાં 9 થી 82 વર્ષની ઉંમરના તમામ નાગરિકોનો સમાવેશ છે. એમાં એક ચોક્કસ સમય સુધી સાંભળી શકતા, બોલતા પણ થોડા સમય પછી અચાનક સંભળાતું બંધ થયું હોય એવા નાગરિકોનો સમાવેશ હોય છે. આ જ પ્રમાણ વિદેશમાં 78 ટકા અને 22 ટકા પિડીયાટ્રીકનું પ્રમાણ છે.

જે લોકો સંભળાતું ન હોવાથી બોલી શકતા નથી એવા નાગરિકો અથવા નાના બાળકો ડિપ્રેશનમાં જાય છે. આવા નાગરિકો પરાવલંબી થઈ જાય છે. તેથી આવા નાગરિકોએ સારવાર માટે આગળ આવવું એમ કેઈએમ હોસ્પિટલના ઈએનટી વિભાગના પ્રમુખ ડો. મારફતિયાએ ઉમેર્યું હતું. કરોડો રૂપિયાના ઓપરેશન : કોક્લિયર ઈમ્પ્લાન્ટના 500 ઓપરેશન પૂરા કર્યા પછી કેઈએમ હોસ્પિટલમાં ઉજવણી કરતા કેક કાપવામાં આવ્યો હતો. આ ઓપરેશન માટે કેઈએમ હોસ્પિટલને જુદા જુદા ઠેકાણેથી ભંડોળ મળે છે. ટાટા, સિદ્ધિવિનાયક, લાલબાગ જેવી સંસ્થાઓ ભંડોળ આપે છે.

શું હોય છે કોક્લિયર ઓપરેશન?
સામાન્ય રીતે માતાના ગર્ભમાં બાળકને સંભળાતું હોય છે. બાળકને બે-અઢી વર્ષની ઉંમર સુધી સંભળાતું ન હોય તો કાનની અંદર અને બહાર ઓપરેશન કરીને કોક્લિયર ઈમ્પ્લાન્ટ લગાડવામાં આવે છે. ત્રણ અઠવાડિયા પછી આ મશીનની સ્વીચ ઓન કરવામાં આવે છે. એ પછી બાળકને સાંભળવાની થેરપી આપવી પડે છે. આ સફળ પ્રક્રિયા પછી બાળક અથવા પ્રૌઢ વ્યક્તિ બોલી અને સાંભળી શકે છે. તેથી જો બાળક બોલતું ન હોય તો, બુમ પાડવા પર જોતું ન હોય તો માતાપિતાએ બાળકની સમસ્યા જોઈને તરત સારવાર કરવી જરૂરી છે એમ ડો. મારફતિયાએ સ્પષ્ટ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...