સુવિધા:સોલાપુર- સુરત ગ્રીનફિલ્ડ હાઇવે માટે 50 હજાર કરોડની ઘોષણા

મુંબઈ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અહમદનગરમાં રૂ. 1 હજાર 46 કરોડનાં વિકાસકાર્યોનું લોકાર્પણ કરાયું

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીની ઉપસ્થિતિમાં 3 હજાર 28 કરોડના હાઈવે ભૂમિપૂજન અને 1 હજાર 46 કરોડનાં વિકાસકાર્યોનો લોકાર્પણ સમારોહ શનિવારે અહમદનગરમાં યોજાયો હતો. તે સમયે ગડકરીએ ‘સુરત- નાશિક- સોલાપુર- અહમદનગર ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ હાઇવેની જાહેરાત કરી હતી. ગડકરીએ દાવો કર્યો હતો કે હાઇવે રાજ્યમાં ટ્રાફિક ઘટાડવામાં મદદ કરશે. આ હાઇવે અહમદનગર જિલ્લાના વિકાસમાં એક સીમાચિહનરૂપ સાબિત થશે.

સુરત- નાશિક- સોલાપુર- અહમદનગર ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ હાઇવે હરિયાળો હશે. આ રસ્તો સુરતથી ચેન્નાઈ સુધી હશે. પંજાબ, હરિયાણા, હિમાચલ, ઉત્તરાખંડ, કાશ્મીર, દિલ્હી, રાજસ્થાન, ગુજરાતમાંથી તમામ ટ્રાફિક મુંબઈ આવે છે. તે મુંબઈથી સોલાપુર, કોલ્હાપુરથી દક્ષિણમાં જાય છે. ગ્રીનફિલ્ડ હાઈવેથી કોલ્હાપુર અને સોલાપુરનો ટ્રાફિકજામ ઘટશે. આ ટ્રાફિક સુરતથી વળી જશે. આ માર્ગ એક્સેસ કંટ્રોલ એક્સપ્રેસ હાઇવે હશે. હું મુંબઈ- દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર હતો ત્યારે ટ્રાયલ લીધી.

એ સમયે કાર 140 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી હતી. આ પછી કાર 170 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહી હતી ત્યારે પેટનું પાણી પણ હલતું નહોતું. તે આપણા મુંબઈ- પુણે એક્સપ્રેસવે કરતાં ત્રણગણો પહોળો છે. હવે 70 ટકા કામ થઈ ગયું છે. આથી તમામ ટ્રાફિક સુરતથી વળી જશે, એમ ગડકરીએ જણાવ્યું હતું.

અહમદનગર હાઇવેની મુખ્ય લાઈન પર
દેશમાં મહત્ત્વનો આ કોરિડોર સુરત, નાશિક, સોલાપુર, અહમદનગર, અક્કલકોટ, કુર્નૂલ અને ચેન્નાઈ, ત્યાંથી રસ્તા દ્વારા બેંગ્લોર, કોચિન અને હૈદરાબાદ જઈ શકાય છે. આનો અર્થ એ છે કે સમગ્ર દક્ષિણનું પરિવહન અહીંથી થશે. આ રોડ પર અહમદનગરની લંબાઈ 180 કિમી છે.

તેનો ફાયદો એ છે કે અહમદનગર જિલ્લો હવે રસ્તાની મુખ્ય લાઇન પર આવશે. આ રસ્તા પર ઘણો ટ્રાફિક હશે. આથી આ રસ્તાની આસપાસ પડતર સરકારી જગ્યાઓ હશે ત્યાં તે જો એનએચએઆઈને આપવામાં આવે તો અમે અમારા પૈસાથી લોજિસ્ટિક્સ પાર્ક, ઔદ્યોગિક ક્લસ્ટરો, રોડ સાઇડ સુવિધાઓ બનાવવા માટે તૈયાર છીએ.

આથી તેનાથી મોટી સંખ્યામાં ઉદ્યોગોને ફાયદો થશે. અહમદનગર જિલ્લામાં એકલા આ રસ્તા પર 8,000 કરોડ રૂપિયા ખર્ચ કરીશું. રસ્તાની કુલ કિંમત 50,000 કરોડ રૂપિયા છે. મહારાષ્ટ્રમાં આ રસ્તાની કુલ લંબાઈ 481 કિમી છે.

અન્ય સમાચારો પણ છે...