તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ:50 ટકા પોલીસ માને છે કે લોકડાઉન પછી કમર્શિયલ અવકાશમાં ચોરી વધશે

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારતમાં કોરોનાની બીજી લહેરને પગલે મહારાષ્ટ્ર, પંજાબ, ઓડિશા, રાજસ્થાન જેવાં ઘણાં રાજ્યોએ આંશિક કે સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. આ કારણે રોડસાઇડ શોપ, રિટેલ સ્ટોર્સ, મોલ, ઓફિસ અને અન્ય કમર્શિયલ સંકુલો જેવાં કમર્શિયલ આઉટલેટ્સ બંધ છે. જોકે લોકડાઉન પછી સ્થિતિ ચિંતાજનક બની શકે, કારણ કે આ પ્રકારના અવકાશમાં લૂંટફાટમાં વધારો થઈ શકે છે.

ગોદરેજ એન્ડ બૉય્સના બિઝનેસ યુનિટ ગોદરેજ લોક્સના ‘હર ઘર સુરક્ષિત રિપોર્ટ 2020: સેફ્ટી ઇનસાઇટ્સ ફ્રોમ ઇન્ડિયાસ પોલીસ ફોર્સ’ રિપોર્ટ મુજબ, ભારતમાં 50 ટકા પોલીસ કર્મચારીઓનું માનવું છે કે, લોકડાઉન સંપૂર્ણપણે દૂર થયા પછી કમર્શિયલ સ્પેસમાં ચોરીના બનાવો વધી શકે છે. કોવિડ-19 રોગચાળાને પગલે બેરોજગારી આ પ્રકારના બનાવો માટે મુખ્ય કારણો પૈકીનું એક હોઈ શકે છે.

ઇન્ક્યુઓગ્નિટો ઇનસાઇટ્સે ગોદરેજ લોક્સ દ્વારા રાષ્ટ્રીય સ્તરના જાગૃતિ અભિયાન હર ઘર સુરક્ષિતના ભાગરૂપે ગોદરેજ લોક્સ હર ઘર સુરક્ષિત રિપોર્ટ 2020 નામનું સંશોધન હાથ ધર્યું હતું, જેનો ઉદ્દેશ લોકોને સલામતી પ્રત્યે સભાન બનાવવાનો હતો.

આ સંશોધનમાં ભારતમાંથી 460થી વધારે પોલીસ કર્મચારીઓનો સર્વે કરવામાં આવ્યો હતો.કમર્શિયલ સ્પેસની વાત આવે છે, ત્યારે પોલીસ કર્મચારીઓએ અડધાથી વધારે ચોરીઓ (54 ટકા) રોડ સાઇડ શોપ કે બજારમાં સ્થિત દુકાનોમાં થઈ હોવાની જાણકારી આપી હતી, કારણ કે આ દુકાનોના માલિકોએ સુરક્ષાના પર્યાપ્ત પગલાં લીધા ન હોતા.

અન્ય સમાચારો પણ છે...