કોરોના અપડેટ:કોવિડના દર્દીઓ ઓછા થાય ત્યારે 50% બેડ બીજા દર્દીઓને

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ચોમાસામાં થતાં તાવના રોગની પાર્શ્વભૂમિ પર નિર્ણય

તહેવારોના સમયમાં કોરોનાના સંક્રમણના ફેલાવાનો ડર છે. રાજ્યના આરોગ્ય વિભાગે ધ્યાન રાખવાની હાકલ કરી છે. જોકે બીજી તરફ એક રાહતદાયક નિર્ણય લીધો છે. કોવિડના દર્દીઓની સંખ્યા ઓછી છે એવા જિલ્લાઓમાં કોવિડ માટે અનામત હોસ્પિટલના 50 ટકા બેડ નોન-કોવિડ દર્દીઓ માટે અનામત રાખવાની સૂચના આરોગ્ય વિભાગે આપી છે. ચોમાસામાં થતા તાવના રોગોની પાર્શ્વભૂમિ પર આ નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્યમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરનું જોખમ તોળાય છે. તેથી આરોગ્ય વિભાગે ઓક્સિજન બેડથી લઈને દવાઓ સુધી તૈયારી કરી છે. તહેવારોના સમયમાં કોવિડના દર્દીઓની સંખ્યા વધે અને દરરોજ 700 મેટ્રિક ટનથી વધારે ઓક્સિજનનો ઉપયોગ થાય તો ફરીથી પ્રતિબંધો લાગુ કરવાનો ઈશારો આરોગ્ય વિભાગે આપ્યો છે. જોકે અત્યારે ચોમાસામાં થતા રોગોએ માથું ઉંચક્યુ છે. શરદી-તાવ, ડેંગ્યૂ-મેલેરિયાના દર્દીઓમાં નોંઘપાત્ર વધારો થયો છે.

આ રોગોના ફેલાવાને ધ્યાનમાં રાખતા હોસ્પિટલમાં બેડ ઓછા પડે એવી શક્યતા છે કારણ કે ગયા વખતે કોવિડના સંક્રમણના લીધે રાજ્યમાં આરોગ્ય બાબતે આપ્તકાલીન સ્થિતિ નિર્માણ થઈ હતી. એના માટે કોવિડ દર્દીઓ માટે ખાનગી હોસ્પિટલોમાં બેડ અનામત રાખવાનો આદેશ કાઢવામાં આવ્યો હતો અને 80 ટકા બેડ કોરોનાના દર્દીઓ માટે અનામત રાખવામાં આવ્યા હતા. જોકે હવે અનેક જિલ્લાઓમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઓછી થઈ છે.

અન્ય સમાચારો પણ છે...