કોરોના ઇફેક્ટ:વર્ષાંત સુધી 50% હોટેલો બંધ થઈ શકે છેઃ સંગઠન

મુંબઇ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હોટેલો અને રેસ્ટોરાં લગભગ ચાર મહિના પછી 8 જુલાઈથી ફરીથી ધંધો શરૂ કરવા સુસજ્જ છે ત્યારે નુકસાનને કારણે આશરે 50 ટકા કાયમની બંધ થઈ જવાનો ભય છે. પરિસ્થિતિ ખરાબ થઈ છે અને રોજ કથળી રહી છે. 30 જૂન સુધી રૂ. 1.25 લાખ કરોડનું નુકસાન થયું છે. ઘણી બધી હોટેલો અને હોસ્પિટાલિટી ચેઈને આંશિક અથવા સંપૂર્ણ ચલાવવાનું ચાલુ રાખવા અસક્ષમતા બતાવી છે, એમ ફેડરેશન ઓફ હોટેલ એન્ડ રેસ્ટોરાં એસોસિયેશન્સ ઓફ ઈન્ડિયાના વાઈસ પ્રેસિડેન્ટ ગુરબક્ષીસ કોહલીએ જણાવ્યું હતું.

5 લાખ હોટેલોમાંથી લગભગ 50 ટકા બંધ થવાને આરે છે
સરકારનું પગલું આવકાર્ય છે, પરંતુ આરંભમાં આશરે 35 ટકા ઉદ્યોગ બંધ થઈ જશે અને વર્ષાંત સુધી તે 50 ટકા સુધી પહોંચી શકે છે, એમ એસોસિયેશનના પ્રેસિડેન્ટ શિવાનંદ ડી શેટ્ટીએ જણાવ્યું હતું. હોસ્પિટાલિટી ક્ષેત્ર રાષ્ટ્રીય જીડીપીમાં 10 ટકાનું યોગદાન આપે છે અને નોકરીઓમાં 12.50 ટકા યોગદાન આપે છે. આમ છતાં સરકારની સદંતર અવગણના કરવામાં આવી છે.હાલમાં સંગઠિત ક્ષેત્રમાં 53,000 હોટેલ છે, જ્યારે અસંગઠિત ક્ષેત્રમાં પણ તેટલી જ સંખ્યા છે. રસ્તા પરના ઢાબાથી રેસ્ટોરાં અને મોટી ચેઈન સુધી લગભગ 5 લાખ હોટેલોમાંથી લગભગ 50 ટકા બંધ થવાને આરે છે. મહારાષ્ટ્રમાં 1 લાખ નાની અને મોટી હોટેલો બંધ છે, જેને લઈ 5 લાખ નોકરીઓ જઈ શકે છે, એમ હોટેલ્સ એન્ડ રેસ્ટોરાં એસોસિયેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયાના પ્રવક્તા સુહાસ અવચટે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...