પીટાએ પગલાં લીધાં:વિનોદ કાંબલી વિરુદ્ધમાં ફરિયાદ બાદ પાળેલાં 5 સસલાં ‘પીટા’ને સોંપી દીધાં

મુંબઈ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક સસલું બાલ્કનીમાંથી પડીને મૃત્યુ પામતાં તેમની સોસાયટીના રહેવાસીએ ફરિયાદ કરી હતી

પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ (પીટા) ઈન્ડિયા અને સ્થાનિક સ્વયંસેવક શશીકાંત પુરોહિતની મધ્યસ્થી પછી ભૂતપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીએ ઘરમાં પાળી રાખેલાં પાંચ સસલાં પીટાને દેખભાળ માટે સોંપી દીધાં છે. એક સસલું કાંબલીની ઘરની બાલ્કનીમાંથી નીચે પડીને મૃત્યુ પામ્યા બાદ સોસાયટીના રહેવાસીઓએ કરેલી ફરિયાદ બાદ પીટાએ પગલાં લીધાં હતાં.

કાંબલીએ પીટાને પત્ર લખીને જણાવ્યું કે હું જનાવરોની સુખાકારીની ખાતરી રાખી શકતો નથી અને તેથી ક્યારેય તેમને ફરી કબજામાં નહીં રાખું. તેણે સોંપેલાં પાંચ સસલાંમાં પાંચ પુખ્ત છે અને એક બચ્ચું છે. તેની પીટા દ્વારા દેખભાળ કરવામાં આવી રહી છે. આ પછી તેમને દીર્ઘ સંભાળ માટે સેન્ક્ચ્યુઅરીને સોંપવામાં આવે છે.

સસલાં સુંદર દેખાય છે, પરંતુ તેમની જાળવણીમાં નોંધપાત્ર સંસાધનો, ઉપકરણ, કાળજી અને પશુચિકિત્સા સંભાળ માગી લે છે. ઘણા લોકો પેટ સ્ટોરમાંથી અથવા જનાવરો ઉછેરનારા પાસેથી તે ખરીદી કરે છે અને ટૂંક સમયમાં જ તરછોડી દે છે અથવા સાંકળ સાથે બાંધી રાખે છે અથવા નાનું પાંજરું અથવા ટેન્કમાં રાખે છે.

આથી જ અમે દરેકને પાલતુ જનાવરોના વેપારને ટેકો નહીં આપવા અનુરોધ કરીએ છીએ, કારણ કે તેનાથી જનાવરોને ખૂબ તકલીફ ભોગવવી પડે છે, એમ પીટા ઈન્ડિયાના ઈમરજન્સી રિસ્પોન્સ કોઓર્ડિનેટર શ્રીકુટ્ટી બેનેટે જણાવ્યું હતું.આજે બધાં પ્રકારનાં જનાવરો વેચાય છે અને તેમને દેશભરની પશુ બજારોમાં અત્યંત અમાનવીય સ્થિતિમાં રાખવામાં આવે છે.

પશુ- પક્ષીઓ સાથે દુર્વ્યવહાર
ગલુડિયા અને બિલાડીનાં બચ્ચાંઓને તેમને જ ગંદકીમાં બેસવા માટે મોટે ભાગે મજબૂર કરાય છે, મોટાં પક્ષીઓને નાના પાંજરામાં બંધ રખાય છે, સ્ટાર કાચબા અને અન્ય સુરક્ષિત જનાવરોનું ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવે છે, માછલીઓને ગંદી ટેન્કમાં રખાય છે. વાઈલ્ડ લાફ (પ્રોટેકશન) એક્ટ 1972 હેઠળ પક્ષીઓનો વેપાર અને પાંજરામાં બંધ રાખવાનો પ્રતિબંધ છે અને દુર્લભ જાતિઓમાં આંતરરાષ્ટ્રીય વેપાર પર પ્રતિબંધ છે.

આમ છતાં કાળાબજારમાં તે ખુલ્લેઆમ વેચવામાં આવે છે. માર્ચ 2022માં દિલ્હી પોલીસે પીટાની માહિતી પરથી દરોડા પાડીને હજારો વિદેશી પોપટ અને અન્ય પક્ષીઓનો બચાવ કર્યો હતો, એમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...