તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Mumbai
  • 5 Freshwater Wells Were Found In Shivaji Park Ground, 300 Such Wells From Dadar To Worli, 1.50 Lakh Liters Of Water In Each

મીઠું પાણી મળી આવ્યું:શિવાજી પાર્ક મેદાનમાં 5 મીઠા પાણીના કૂવાઓ મળી આવ્યા, દાદરથી વરલી સુધી આવા 300 કૂવા, દરેકમાં 1.50 લાખ લિટર પાણી

મુંબઈ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

દાદર શિવાજી પાર્કનાં ખારાં પાણીના સમુદ્રથી ગણતરીના અંતરે શિવાજી પાર્ક મેદાનના પુનરુદ્ધાર પ્રકલ્પનું કામ હાથમાં લેવાવાનું છે તે પૂર્વે પાણીની જરૂર પૂરી કરવા અને પુનરુદ્ધાર પછી મેદાનની રોજની પાણીની જરૂર પૂરી કરવા માટે 35 કૂવા ખોદવામાં આવ્યા હતા, જેમાંથી પાંચ કૂવા મીઠા પાણીનાં મળી આવ્યાં છે. દાદર- શિવાજી પાર્ક વિસ્તારમાં અનેક જૂના કૂવાઓ હતા. કોન્ક્રીટનાં જંગલો ઊભાં થતાં ગયાં તેમ આ કૂવાઓ બુઝાવવામાં આવ્યા. હાલમાં શિવાજી પાર્ક મેદાનનો પુનરુદ્ધાર કરવાનો પ્રોજેક્ટ હાથમાં લેવાયો છે, જેમાં જરૂરી પાણી માટે કૂવાઓ ખોદવાનું શરૂ કરતાં આ મીઠું પાણી મળી આવ્યું છે.

ભૂગર્ભશાસ્ત્રીએ પ્લેટિનમ રોડની મદદથી આ મીઠા પાણીના કૂવા શોધી કાઢ્યા છે. આ રોડ સમાન અંતરે પકડવા પર જ્યાં પાણી નથી તે ઠેકાણે આ રોડ પરસ્પરથી દૂર જાય છે અને ભૂગર્ભમાં પાણી હોય ત્યાં આ રોડ નજીક આવે છે. આ પદ્ધતિથી આ કૂવાઓ શોધી કાઢવામાં આવ્યા છે. માહિમથી વરલી સુધી અને સમુદ્રથી સાવરકર માર્ગ સુધી પોચી માટીનો ભાગ છે. અહીં મીઠા પાણીના કૂવા છે. ઓશિયાના એપાર્ટમેન્ટ, મધુવતી, કોહિનૂર સ્ક્વેર ખાતે પણ મીઠા પાણીના કૂવા હતા. આથી શિવાજી પાર્ક મેદાનમાં પણ મીઠા પાણીની કૂવા મળી આવશે એવી ખાતરી હતી, એમ તેમણે જણાવ્યું હતું.

મેદાનનો પુનરુદ્ધાર શા માટે : મેદાનમાં ક્રિકેટ સાથે અન્ય ઘણી બધી રમતો રમવામાં આવે છે. આથી આસપાસના રહેવાસીઓને ધૂળનો મોટે પાયે ત્રાસ થતો હતો. ટીબીના દર્દીઓની સંખ્યા પણ વધી હતી. આથી આ મેદાનનો પુનરુદ્ધાર કરવાનો નિર્ણય લેવાયો હતો. 1 લાખ ચોરસમીટરના શિવાજી પાર્ક મેદાન અનેક ઐતિહાસિક ઘટનાઓનું સાક્ષીદાર છે.

મહારાષ્ટ્રના રાજકીય અને સાંસ્કૃતિક જીવનમાં આ મેદાનનું એક અનોખું મહત્ત્વ છે. હવે મીઠા પાણીના કૂવાઓને લીધે તેનું મહત્ત્વ ઓર વધી ગયું છે. મીઠું પાણી કઈ રીતે : આ કૂવાઓ 18 ફૂટ આસપાસ જ ઊંડા છે. જો તેની વધુ નીચે જવાય તો ખારું પાણી લાગી શકે છે. આથી 18 ફૂટના આ કૂવાઓમાં મીઠું પાણી છે તેમાં કોઈ નવાઈ નથી, એમ ભૂગર્ભશાસ્ત્રીએ જણાવ્યું હતું.

સાત લાખ લિટર પાણી
પાંચ કૂવામાં 1.50 લાખ લિટર લેખે સાત લાખ લિટર પાણી મળ્યું છે. મેદાનની દેખભાળ માટે રોજ 2.75 લાખ લિટર પાણીની જરૂર પડશે. આથી વધારાના પાણીનો સદુપયોગ શું કરવાનો તે વિચારવામાં આવશે. વળી, અહીં એવી વ્યવસ્થા કરાશે કે વરસાદનું પાણી પણ તેમાં જમા થશે, જેથી પાણી ઓર વધશે. શિવાજી પાર્કથી વરલી સુધી આવા 300 કૂવાઓ છે.

અન્ય સમાચારો પણ છે...