તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:5 ચેકડેમથી દહાણુ, પાલઘરના લોકોને પાણીની ચિંતાનો અંત

મુંબઈ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • MMRDAના પ્રકલ્પથી 2.29 મિલિયન ક્યુબીક મીટર પાણી મળશે

બારે માસ વહેતી સૂર્યા નદીની નજીક હોવા છતાં એક હાંડા પાણી માટે હેરાન થતા દહાણુ અને પાલઘરના નાગરિકોની ચિંતા કાયમ માટે મટી જશે. સૂર્યા નદી પર 5 ચેકડેમ બાંધવામાં આવશે જેના લીધે 2.29 મિલિયન ક્યુબીક મીટર પાણી ઉપલબ્ધ થશે. એમએમઆરડીએએ આ પ્રકલ્પ માટે રૂ. 50 કરોડનું ભંડોળ નિશ્ચિત કર્યું છે. આ કામ ચોમાસા પહેલાં પૂરું થશે. તેથી સિંચાઈ સાથે જ પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ કાયમ માટે આવશે. પાલઘર જિલ્લાની જીવનદોરી તરીકે ઓળખાતી સૂર્યા નદી પર દહાણુ તાલુકાના ઘોળ, આંબિવલી, ઠસે તથા પાલઘર તાલુકાના ચિંચારે અને ગારગાવ ગામોની હદમાં કોકણ પદ્ધતિના કુલ 5 ચેકડેમ બાંધવામાં આવી રહ્યા છે.

એના માટે રૂ. 50 કરોડનું ભંડોળ એમએમઆરડીએએ પાલઘર ચેકડેમ વિભાગને આપ્યું છે. ગ્રામીણ ભાગોમાં સિંચાઈ સાથે પીવાના પાણીની અછત હોવા છતાં સૂર્યા ડેમ પ્રકલ્પમાંથી વસઈ-વિરાર અને મીરા-ભાઈંદર શહેરોને પાણી આપવા પરથી પાલઘર તાલુકાના નાગરિકોનો વિરોધ છે. એના માટે અનેક વખત આંદોલન કરવામાં આવ્યા છે. જો કે હવે વિવાદ ખતમ થવાનો છે. સ્થાનિક લોકોને ખેતી અને પીવા માટે વિપુલ પ્રમાણમાં પાણી મળે એ માટે એમએમઆરડીએએ પાલઘર ચેકડેમ વિભાગની મદદથી સૂર્યા નદી પર 5 ચેકડેમ બાંધવાની યોજના તૈયાર કરીને એના પર કામ શરૂ કર્યું છે.

તેથી દહાણુ તાલુકાના કાસા, ચારોટી, ભરાડ નિકાવલી, આંબિવલી, મ્હસાડ, ઘામટણે, પેઠ, ઠસે, સાયે, આંબિસ્તે તથા પાલઘરના નાનિવલી, આકેગાવ, આકોલી, ચિંચારે, રાવતે, બોરશેતી, ગારગાવ ગામોને ચોખાની ખેતી અને બાગકામ માટે મબલખ પાણી મળશે. ચેકડેમને લીધે 2.29 મિલિયન ક્યુબીક મીટર જેટલું પાણી ઊભું થશે. એના લીધે આ ભાગનું ભૂગર્ભ પાણીનું સ્તર વધવામાં મદદ થશે અને પાણીની અછત દૂર થશે.

ચેકડેમના આંકડાઓ
સૂર્યા નદી પર 5 ચેકડેમ બાંધવાનું કામ શરૂ થયું છે. ઘોળ ચેકડેમ રૂ. 6.75 કરોડના ખર્ચે બંધાશે અને એની પાણીસંગ્રહની ક્ષમતા 0.162 મિલિયન ક્યુબીક મીટર હશે. આંબિવલી ચેકડેમ રૂ. 7.23 કરોડના ખર્ચે બંધાશે અને એની પાણીસંગ્રહની ક્ષમતા 0.544 મિલિયન ક્યુબીક મીટર હશે. ઠસે ચેકડેમ રૂ. 10.70 કરોડના ખર્ચે બંધાશે અને એની પાણીસંગ્રહની ક્ષમતા 0.748 મિલિયન ક્યુબીક મીટર હશે. ચિંચારે ચેકડેમ રૂ. 13.99 કરોડના ખર્ચે બંધાશે અને એની પાણીસંગ્રહની ક્ષમતા 0.192 મિલિયન ક્યુબીક મીટર હશે. ગારગાવ ચેકડેમ રૂ. 7.37 કરોડના ખર્ચે બંધાશે અને એની પાણીસંગ્રહની ક્ષમતા 0.644 મિલિયન ક્યુબીક મીટર હશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો