ધરપકડ:ગોવંડી ખાતે ગીચ વસતિમાં જીવેલણ ગેસ રિફિલીંગ કામ કરતા 5ની ધરપકડ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાના-મોટા 650 સિલિંડર જપ્ત કરવામાં આવ્યા

ગોવંડીના શિવાજીનગર ખાતે ગીચ વસતિમાં મોટા સિલિડંરમાંથી નાના સિલિંડરમાં ગેસનું અનધિકૃત રીતે રિફિલીંગ કરીને એનું વેચાણ કરતી ટોળકીનો મુંબઈ પોલીસની ગુના શાખાની ટીમે પર્દાફાર્શ કર્યો હતો. પોલીસે આ ઠેકાણે દરોડો પાડીને 5 જણની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી નાના-મોટા લગભગ 650 સિલિડંર જપ્ત કરવામાં આવ્યા હતા. કોઈ પણ જાતનું પ્રશિક્ષણ ન ધરાવતા અને પરવાનગી ન હોવા છતાં આ પાંચેય જણ જીવલેણ રમત રમી રહ્યા હતા. મુંબઈની ગીચ ચાલીઓમાં, ખાસ કરીને ઝૂપડપટ્ટી પરિસરમાં અનેક ગેરકાયદે ધંધા ચોરીછુપીથી કરવામાં આવે છે.

શિવાજીનગર રોડ નંબર 15 ખાતે જ્વલનશીલ ગેસ ભરવાનું કામ ગેરકાયદે કરવામાં આવતું હોવાની માહિતી ગુના શાખા યુનિટ 6ના પ્રભારી પોલીસ નિરીક્ષક રવિન્દ્ર સાળુંખેને મળી હતી. આ કામ આસપાસમાં રહેતા લોકો માટે જોખમ હોવાથી આ માહિતીની ખાતરી કરવા ટીમે આ પરિસરમાં દરોડો પાડ્યો હતો. ત્યાં એક ગાળામાં 5 યુવકો ગેસ કંપનીના મોટા સિલિંડરમાંથી રેગ્યુલેટર, પાઈપ અને વાલ્વની મદદથી નાના સિલિંડરમાં ગેસ ભરતા દેખાયા હતા. પોલીસે આ પાંચ લોકો પાસે આ કામ કરવા માટે જરૂરી લાયસંસ અને અન્ય કાગળપત્રોની માગણી કરી હતી.

તેમની પાસે કોઈ પણ કાગળપત્રો નહોતા. આઘાતજનક વાત એટલે કે આ પાંચેયમાંથી કોઈએ પણ ગેસ રિફિલીંગનું પ્રશિક્ષણ લીધું નહોતું. જ્વલનશીલ અને સ્ફોટક ગેસને આ રીતે બેદરકારીથી ભરવામાં આવતો હોવાથી પોલીસે પાંચ જણની ધરપકડ કરી હતી. તેમના કારખાનામાંથી ગેસ કંપનીના 14 નાના અને નાના 105 એમ કુલ 119 ભરેલા સિલિંડર મળ્યા તેમ જ 541 ખાલી સિલિંડર મળ્યા હતા.

પોલીસે આ 5 જણ વિરુદ્ધ જીવનાવશ્યક વસ્તુ કાયદા અને અન્ય કલમો હેઠળ ગુનો દાખલ કરીને ધરપકડ કરી હતી. સિલિંડર ક્યાંથી મેળવ્યા? : આ ટોળકી ગેસ કંપનીના સિલિંડર કાળાબજારમાં ક્યાંથી અને કેવી રીતે ખરીદી કરતી હતી એની તપાસ પોલીસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...