તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:બૅનર લગાવવા બ્રિટિશકાલીન વડનું ઝાડ કાપનારા 5ની ધરપકડ

મુંબઈએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ચોપાટી ખાતે પોતે મહાપાલિકાના કર્મચારી હોવાનું જણાવી ઝાડ કાપવા લાગ્યા

રસ્તાની કોરે જાહેરાતના બેનરના વધુ પૈસા મળે તે માટે મંગળ‌વારે રાત્રે અમુક તોફાની તત્ત્વોએ ગિરગાવ ચોપાટી નજીકનું બ્રિટિશકાલીન વડનું ઝાડ કાપી નાખ્યું હતું. સ્થાનિકોએ આ વિશે પૂછતાં ઝાડ કાપનારે પોતે મહાપાલિકાના કર્મચારી હોવાનું જણાવ્યું હતું અને ઝાડ કાપવા માટે પરવાનગી આપી છે એવી ગપ પણ હાંકી હતી. પોલીસે આ સંબંધે ગુનો દાખલ કરીને પાંચ જણની ધરપકડ કરી છે.

અમુક લોકો જૂનું ઝાડ બેધડક કાપી રહ્યા છે એ જોતાં સ્થાનિકોને શંકા ગઈ હતી. આથી તેમણે મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેને ટ્વીટ થકી જાણ કરી હતી. આ પછી પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરે પોતે બુધવારે બપોરે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે સર્વ સ્થિતિનો કયાસ મેળવ્યો હતો. સ્થાનિકોની વાત સાંભળી લીધી હતી. આ પછી મહાપાલિકાના સંબંધિત વિભાગને પૂછતાં આવી કોઈ જ પરવાનગી માગવામાં આવી નથી અને આપવામાં આવી નથી એવી સ્પષ્ટતા કરી હતી.

સ્થાનિકોે કે પોલીસને પણ શંકા જતી નહોતીે
દરમિયાન પોલીસ પૂછપરછમાં એવું બહાર આવ્યું કે ઝાડ પાસે બેનર લગાવવામાં આવતું હતું. જોકે ઝાડ વચ્ચે આવતું હોવાથી બેનરના પૈસા ઓછા મળતા હતા અને તેથી આરોપીઓએ મહાપાલિકા કર્મચારી હોવાનું બતાવીને પોતે જ ઝાડ કાપવાનું શરૂ કર્યું હતું. આ રીતે અનેક ઝાડ કાપી નાખ્યાં હોવાનું પણ તેમણે કબૂલ કર્યંુ હતું. મુખ્ય મંત્રી અને અન્ય મંત્રીઓનાં ઘર આસપાસમાં પણ આ રીતે અનેક ઝાડ કાપી નાખ્યાં હોવાનું તેમણે કબૂલ કર્યું હતું. જો કોઈ પૂછે તો મહાપાલિકાના કર્મચારી છે એમ જણાવવું એવી સલાહ તેમને આપવામાં આવી હતી. આથી સ્થાનિકોે કે પોલીસને પણ શંકા જતી નહોતી. પોલીસ હવે આરોપીઓ કોના કહેવાથી આ કામ કરતા હતા તેની તપાસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો