તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સર્વેક્ષણ:ચોમાસા પૂર્વે સર્વેમાં મુંબઈની 485 ઈમારતો જોખમી જાહેર

મુંબઈ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • હમણાં સુધી મહાપાલિકા દ્વારા 148 જર્જરિત ઈમારતો જમીનદોસ્ત....

મુંબઈમાં ચોમાસામાં વિવિધ નાગરિક સમસ્યાઓ ઊદભવે છે. જૂની અને જોખમકારક ઈમારતોની સમસ્યા પણ સપાટી પર આવે છે. એના માટે જ મુંબઈ મહાપાલિકા તરફથી દર વર્ષે જોખમકારક ઈમારતોનું સર્વેક્ષણ કરવામાં આવે છે. આ વર્ષના સર્વેક્ષણમાં કુલ 485 ઈમારતો જોખમકારક જણાઈ છે. એમાં ખાનગી 423, મહાપાલિકાની 34 અને સરકારી 27 ઈમારતોનો સમાવેશ છે. મહાપાલિકાએ તત્પરતા દેખાડતા અત્યાર સુધી 148 જોખમકારક ઈમારતો જમીનદોસ્ત કરી છે.

મુંબઈ મહાપાલિકા તરફથી મ્હાડા પ્રાધિકરણ પ્રમાણે જ ચોમાસા પહેલાં જોખમકારક ઈમારતોનું સર્વેક્ષણ કરવામાં આવે છે. એ જ પ્રમાણે આ વર્ષે પણ મહાપાલિકાએ સર્વેક્ષણ પૂરું કર્યું છે. એમાં જણાયેલી 424 ઈમારતોમાંથી 124 ઈમારતોના વીજ અને પાણી જોડાણ કાપવામાં આવ્યા છે. આ વર્ષે કોરોનાનો ફેલાવો વધ્યો છે છતાં નાગરિક સમસ્યાઓ સંદર્ભે જરૂરી કામ શરૂ કરવામાં આવ્યા છે. મ્હાડાએ પણ જોખમકારક, અતિજોખમકારક ઈમારતોનું સર્વેક્ષણ શરૂ કર્યું છે. મે મહિનાના અંત સુધી આ કામ પૂરું કરવામાં આવશે.

એ જ પ્રમાણે મહાપાલિકાએ શરૂ કરેલા સર્વેક્ષણમાં 485 ઈમારતોની સ્થિતિ વિશે શંકા વ્યક્ત કરવામાં આવી છે. મહાપાલિકાએ એમાંથી 112 ઈમારતોની ગંભીર સ્થિતિ જોઈને એ બધી તોડી પાડી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. આ વર્ષે વિચિત્ર પરિસ્થિતિ નિર્માણ થઈ છે છતાં જોખમકારક ઈમારતો ધસી પડતા કોઈ દુર્ઘટના ન બને એ માટે મહાપાલિકા કમિશનર ઈકબાલ સિંહ ચહલે આ બાબતે પગલાં ભરવાના નિર્દેશ આપ્યા હતા.

એ અનુસાર મહાપાલિકાના 24 વોર્ડમાં જોખમકારક ઈમારતો, ટેકરીઓની તળેટીમાં વસેલી કોલોનીઓનો કયાસ કાઢ્યો હતો. આ સંદર્ભે આપ્તકાલીન વ્યવસ્થાપન કાયદો 2005 અનુસાર અતિક્રમણો પર પણ કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

107 ઈમારતો ખાલી કરાવાઈ
મહાપાલિકાએ જોખમકારક જણાવેલી 107 ઈમારતો ખાલી કરાવવામાં આવી હોવાનું મહાપાલિકાના અધિકારીએ જણાવ્યું હતું. તેમ જ 230 જોખમકારક ઈમારતો તોડી પાડવા સંદર્ભે કાર્યવાહી શરૂ કરી છે. અત્યારે 73 જોખમકારક ઈમારતોના પ્રકરણ કોર્ટમાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો