શેર બજાર:BSE-200ની 47% કંપનીના યિલ્ડમાં નેગેટિવ રિટર્ન

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બીએસઈ-200ની આશરે અડધી કંપનીઓમાં ઓક્ટોબરમાં નેગેટીવ રિટર્ન નોંધાયુ હતુ. મોતિલાલ ઓસ્વાલ ઈન્સ્ટીટ્યુશનલ ઈક્વિટીઝના રિપોર્ટ અનુસાર, બીએસઈ-200ની 59 ટકા કંપનીઓના શેર વાર્ષિક ધોરણે ઘટ્યા છે. ફ્યુચર રિટેલ અને ફાઈનાન્સિયલ સ્ટોક જેમ કે, કેનેરા બેન્ક, બેન્ક ઓફ બરોડા, પંજાબ નેશનલ બેન્કમાં મોટાપાયે ઘટાડો નોંધાયો છે. ઈન્ડિયા સ્ટ્રેટર્જી-નવે,20 : ધ ઈગલ આઈ શીર્ષક હેઠળના રિપોર્ટમાં જણાવ્યુ હતુ કે, ઓક્ટોબરમાં બીએસઈ-200ની 47 ટકા કંપનીઓની યિલ્ડમાં નેગેટીવ રિટર્ન જોવા મળ્યુ છે. ઓક્ટોબરમાં રોજિંદા એવરેજ કેશ વોલ્યુમ 6 ટકા ઘટ્યા છે.

મંથલી ઈન્સ્ટીટ્યુશનલ કેશ ટ્રેડિંગ વોલ્યુમ 9 ટકા ઘટી 4.1 લાખ કરોડ થયા છે. સપ્ટેમ્બરમાં 4.5 લાખ કરોડ નોંધાયા હતા. ડોમેસ્ટિક ઈન્સ્ટીટ્યુશનલ ઈન્વેસ્ટર્સ (ડીઆઈઆઈ) ઓક્ટોબરમાં વેચવાલ રહ્યા હતા. કુલ 2.4 અબજ ડોલરનુ રોકાણ પાછુ ખેંચ્યુ હતું. જે માર્ચ, 2016 બાદનુ સૌથી વધુ રહ્યુ છે. એફઆઈઆઈ રોકાણ પ્રવાહ 2.5 અબજ ડોલર નોંધાયુ હતું. નિફ્ટી-50ની માર્કેટ કેપ ઓલટાઈમ હાઈ રહી છે. જો કે, નિફ્ટી મીડકેપ-100ની માર્કેટ કેપ 24 ટકા ઘટી છે. રિપોર્ટ અનુસાર, કંપનીઓ પર કોવિડ-19ની અસર રહેતાં ગતમહિને નેગેટીવ પર્ફોર્મન્સ જોવા મળ્યુ હતું. જો કે, હવે કંપનીઓના બિઝનેસ મોડલ ધીમે ધીમે સુધરી રહ્યા છે. લિવરેજ અને કેશ ફ્લો ચાલુ નાણાકીયના પ્રથમ અર્ધવાર્ષિકગાળામાં વધારો જોવા મળી રહ્યો છે. કંપનીઓ વધુ સારૂ પ્રદર્શન કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...