ફરિયાદ:કોરોનાના મોટા બિલ બનાવનાર હોસ્પિટલો વિરુદ્ધ 462 ફરિયાદ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિધવા મહિલાઓ અને કુટુંબોનું મનોબળ વધારવા રાજ્યસ્તરીય અધિવેશન

કોરોનાના સંક્રમણના સમયમાં અનેક ખાનગી હોસ્પિટલોએ દર્દીઓની સખત હેરાનગતિ કરી હતી. અતિરિક્ત શુલ્ક લેવા પ્રકરણે ખાનગી હોસ્પિટલો વિરુદ્ધ એકલ મહિલા પુનર્વસન સમિતિ અને જન આરોગ્ય અભિયાન મારફત કોરોનાને કારણે પતિનું નિધન થયેલી 462 મહિલાઓ અને કુટુંબોએ ફરિયાદ દાખલ કરી છે. મોટું આર્થિક નુકસાન, દેવાદાર થયેલા આ કુટુંબો હવે ન્યાયની રાહ જોઈ રહ્યા છે.

આરોગ્ય મંત્રી રાજેશ ટોપેની ઉપસ્થિતિમાં 12 ઓકટોબરના મુંબઈમાં થયેલી બેઠકમાં રાજ્યસ્તરીય અધિકારીઓ અને સામાજિક સંસ્થાઓ સાથે કેટલાક મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. કોરોનાની સારવાર માટે અતિરિક્ત શુલ્ક લીધાની ફરિયાદ આરોગ્ય વિભાગ પાસે દાખલ કરવામાં આવે, સંબંધિત ફરિયાદ અરજી પર એક મહિનામાં કાર્યવાહી કરીને બિલની ચકાસણી કરવી અને અતિરિક્ત શુલ્ક લીધાનું દેખાય તો એનું રિફન્ડ આપવું એવો નિર્ણય લેવામાં આવ્યો હતો. છેલ્લા બે મહિનામાં મહારાષ્ટ્રના 24 જિલ્લાઓમાંથી વધુ રૂપિયા લીધાની 462 ફરિયાદ આરોગ્ય વિભાગને મળી છે. એમાંથી 300 ફરિયાદ અરજી મળ્યાને એક મહિના કરતા વધુ સમય થઈ ગયો છે.

રાજ્યસ્તરીય અધિવેશન
આ મહિલાઓ અને તેમના કુટુંબોનું મનોબળ વધારવા માટે અભિયાન મારફત રાજ્યસ્તરીય અધિવેશન યોજવામાં આવશે. રાજ્યસ્તરે લેવામાં આવેલા હકારાત્મક નિર્ણય પર સ્થાનિક સ્તરે કામ થવું જરૂરી છે. તમામ અતિરિક્ત શુલ્કની ફરિયાદોનું ઝડપી ઓડિટ કરવું, વધારાના રૂપિયા પાછા મેળવવા અને તમામ હોસ્પિટલોમાં દર્દીઓના હક બાબતે પરિપત્ર લગાડવામાં આવે એવી માગણી એકલ મહિલા પુનર્વસન સમિતિએ કરી છે.

અન્ય સમાચારો પણ છે...