તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:રાજ્યમાં ડેલ્ટા પ્લસના 45 દર્દીઃ મુંબઈ- થાણેમાં 11 એક્ટીવ દર્દી

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડેલ્ટા પ્લસ વેરિયન્ટના દર્દીમાં 27 પુરુષ અને 18 મહિલાઓનો સમાવેશ

રાજ્યમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટના 45 દર્દી છે. તેમાં 19-45 વયવર્ષના 20 દર્દી, 18 વર્ષથી ઓછી ઉંમરના છ, જ્યારે 60થી વધુ ઉંમરના પાંચ દર્દીઓનો સમાવેશ થાય છે. દર્દીમાં 27 પુરુષ અને 18 મહિલાઓ છે.

રત્નાગિરિમાં એક દર્દીના મૃત્યુ સિવાય બાકી બધા દર્દીનાં લક્ષણો સૌમ્યથી મધ્યમ સ્વરૂપનાં છે. વાઈરસ પર જિનોમિક સિક્વન્સિંગ (જનુકીય ક્રમનિર્ધારણ) અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. તે માટે સેન્ટિનલ સર્વેક્ષણમાં પ્રત્યેકી પાંચ લેબોરેટરી અને હોસ્પિટલ તરફથી દરેક 15 દિવસે 15 નમૂના રાષ્ટ્રીય વાઈરસ સંસ્થા અને રાષ્ટ્રીય પેશી વિજ્ઞાન સંસ્થાને મોકલવામાં આવી રહ્યા છે, જ્યારે દરેક જિલ્લામાંથી 100 નમૂના કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રિયલ રિસર્ચ સંસ્થાને મોકલવામાં આવી રહ્યા છે.

જિલ્લાવાર જલગામમાં 13, રત્નાગિરિમાં 11, મુંબઈમાં 6, થાણેમાં 5, પુણેમાં 3, પાલઘર- સિંધુદુર્ગ- સાંગલી- નંદુરબાર- ઔરંગાબાદ- કોલ્હાપુર- બીડમાં પ્રત્યેકી 1 દર્દી મળી આવ્યા છે. આ જિલ્લાઓમાં દર્દીઓનો પ્રવાસનો ઈતિહાસ, તેમના રસીકરણનો ઈતિહાસ અને તેમની બીમારીના સ્વરૂપની વિગતવાર માહિતી ભેગી કરવામાં આવી રહી છે.

દર્દીના નિકટવર્તીઓ સહવાસીઓમાંથી કોઈને કોવિડ જેવાં લક્ષણો હોય તો લેબોરેટરી દ્વારા નમૂના લેવામાં આવી રહ્યા છે. ફ્લૂ જેવી બીમારી અને સારી બીમારીનું સર્વેક્ષણ કરાઈ રહ્યું છે. ફરીથી સંક્રમિત થયેલા લોકોની શોધ કરવામાં આવી રહી છે. રસીકરણ પછી સંક્રમણ થયેલા દર્દીઓના નમૂના લેબોરેટરીમાં મોકલવામાં આવી રહ્યા છે, એમ જાહેર આરોગ્ય વિભાગે જણાવ્યું છે.

વાઈરસ પોતાની જનુકીય રચના બદલતો રહે છે. આ વાઈરસનો નૈસર્ગિક જીવનક્રમનો ભાગ હોઈ આ સંબંધમાં જનતાઓ કોઈ પણ ડર વિના કોવિડ અનુરૂપ વર્તન અંગીકાર કરવાનું જરૂરી છે, એમ તેમણે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...