ભારતમાં વ્યાપક શ્રેણી સોના ઉદ્યોગ પર વાસ્તવિકતા આધારિત સંશોધન પ્રસ્તુત કરવા માટે આઈઆઈએમએ દ્વારા સોનું અને સોનાની બજારો પર તેની 5મી વાર્ષિક કોન્ફરન્સનું તાજેતરમાં આયોજન કર્યું હતું. આ વર્ષની આઈજીપીસી- આઈઆઈએમએ કોન્ફરન્સની રૂપરેખા પીપલ રિસર્ચ ઓન ઈન્ડિયાઝ કન્ઝયુમર ઈકોનોમી (પ્રાઈસ) સાથે સહયોગમાં આઈજીપીસી દ્વારા હાથ ધરાયેલા રાષ્ટ્રીય ઘરગથ્થુ સોનાના ઉપભોગ પર અનોખું સર્વેક્ષણ હતી.
આ રાષ્ટ્રવ્યાપી સર્વેક્ષણમાં 308 મિલિયન ભારતીય પરિવારોનું પ્રતિનિધિત્વ કરતાં બે લાખ પરિવારોની નમૂનાની રેખા પર નિર્મિત 40,000 પરિવારોને આવરી લેવામાં આવ્યા હતા.આ દ્વિવાર્ષિક સર્વેક્ષણ આગામી ચાર લાગલગાટ વર્ષ માટે હાથ ધરાયું હતું, જે લોકપ્રિય રાષ્ટ્રીય બ્રાન્ડ્સની તુલનામાં ગ્રાહકોની પસંદગીમાં પ્રાદેશિક રિટેઈલ બ્રાન્ડ્સ મજબૂત નિયંત્રણ ધરાવે છે એવું પણ દર્શાવે છે. સોનું લક્ઝરી નથી અથવા ધનાઢ્યોની વસ્તુ નથી, પરંતુ મધ્યમ આવક વર્ગના પરિવારો કટોકટીમાં સુરક્ષા તરીકે તે વસાવવાનું પસંદ કરે છે.
43 ટકા ભારતીય પરિવારે લગ્નો માટે સોનું ખરીદી કરે છે અને 31 ટકા કોઈ પણ ચોક્કસ કારણ વિના ખરીદી કરે છે, એવું સોના સંબંધી ભારતીય ગ્રાહકોની પસંદગી પર ઊંડાણથી અંતદ્રષ્ટિ કરતાં તારણ નીકળ્યું છે.કોન્ફરન્સનો પહેલો દિવસ સર્વેનાં પરિણામોના પ્રસ્તુતિકરણ સાથે શરૂ થયો હતો, જે પછી ભારતમાં સોનાના ઈતિહાસ, ભરાતીય સોનું બજારની ઉત્ક્રાંતિ- કોમોડિટીથી બ્રાન્ડ સુધી, ભારતમાં ગોલ્ડ મોનેટાઈઝેશન પ્રેરિત કરવા માટે અસરકારક સમજાવટ માટે રોકાણ અને ભાવના તેમ જ સોનાના દાગીનાનું હોલમાર્કિંગ ફરજિયાત બનાવવા સહિત વિવિધ વિષયો પર માહિતીસભર સત્રો યોજાયાં હતાં.
ઘરઆંગણે અને આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જ પર વર્કશોપનું અધ્યક્ષસ્થાન આઈબીજેએના સુરેન્દ્ર મહેતા અને આઈજીપીસીના હરીશ ચોપરા દ્વારા સંભાળવામાં આવ્યું હતું, જેને દર્શકો પાસેથી ઉત્તમ પ્રતિસાદ મળ્યો હતો. વર્કશોપમાં ભારતના આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જનાં સંચાલન પાસાં, ઘરઆંગણાના સ્પોટ એક્સચેન્જ આસપાસ મોજૂદ નિયામક કાર્યરેખા અને સ્પોટ એક્સચેન્જો માટે ભારતમાં વોલ્ટિંગ અને લોજિસ્ટિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ઊંડાણથી ડોકિયું કરાવવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.