તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:4000 એચઆઈવી દર્દીઓ લોકલ બંધીના કારણે જરૂરી દવાથી વંચિત

મુંબઈ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મુંબઈ એઈડ્સ નિયંત્રણ સોસાયટીએ પરવાનગી માટે પત્ર લખ્યો

લોકડાઉન કે પ્રતિબંધોમાં લગભગ 4000 એચઆઈવી દર્દીઓને લોકલમાં પ્રવાસ માટે પરવાનગી મળતી ન હોવાથી આ દર્દીઓ મુંબઈ અને પરિસરના આરોગ્ય કેન્દ્રોમાં જઈને અત્યાવશ્યક દવાઓ લઈ શકતા નથી. આ દર્દીઓને લોકલમાં પ્રવાસ કરવાની પરવાનગી મળે એ માટે મુંબઈ એઈડ્સ નિયંત્રણ સોસાયટીએ રેલવેના મહાવ્યવસ્થાપકને પત્ર લખ્યો છે. મુંબઈ એઈડ્સ નિયંત્રણ સોસાયટીના અખત્યાર હેઠળ મુંબઈની બહાર પાલઘર અને થાણે જિલ્લાના અનેક દર્દીઓ સારવાર અને દવાઓ માટે મુંબઈ આવે છે.

પાલઘર જિલ્લામાં 40૦૦ દર્દીઓ છે જેમાંથી 2500 દર્દીઓ અમારા આરોગ્ય કેન્દ્રમાં દવાઓ માટે આવે છે એમ અતિરિક્ત પ્રકલ્પ સંચાલક ડો શ્રીકલા આચાર્યએ જણાવ્યું હતું. કોરોનાની પહેલી લહેરમાં અને દેશમાં લોકડાઉન લાગુ થયો એ સમયે સોસાયટીએ એચઆઈવી દર્દીઓ માટે વસઈ, વિરાર, નાલાસોપારા, પાલઘર ખાતે આરોગ્ય કેન્દ્રના ઠેકાણે દવાઓ આપવાની વ્યવસ્થા કરી હતી. અત્યારે આ દર્દીઓ માટે કોઈ પણ કેન્દ્રમાં જવા માટે લોકલ વિના અન્ય વિકલ્પ નથી.

લગભગ 4000 દર્દીઓને રેલવેમાં પ્રવાસ કરવાની પરવાનગી મળી ન હોવાથી ટિકિટબારી પર તેમને ટિકિટ આપવામાં આવતી નથી. એના માટે મહાપાલિકાના સંબંધિત અધિકારીએ રેલવેના જનસંપર્ક અધિકારી અને આરોગ્ય અધિકારી સાથે સંપર્ક સાધીને ટિકિટબારી પર તેમની પાસેની ગ્રીન બુક જેના પર તેનો ફોટો હોય છે એ દેખાડવામાં આવે તો ટિકિટ આપવામાં આવે એવી વિનંતી કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો